Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

તરસ્યા પાગલ નયન

તરસ્યા પાગલ નયન

1 min
14K

ઉત્સાહી ઉમળકાના અંદર બધા ઉભરા હતા,

સ્પંદન સહારે ધડકનના સતત ધબકારા હતા.

એક ટકટકી સતત આંખની એના ઇન્તજારમાં,

કંઈ યુગો પછી આજસાંજે એ આવનારા હતા.

ઉમટ્યા'તા વાદળ વ્હાલના અંતર કેરા આકાશે,

વરસાદના તો છેતરામણાં જ વર્તારા હતા.

યુગોથી મીટ માંડી ઊભો છું આકાશે આશમાં,

પહેલાંની જેમ હવે ક્યાં ખરતા તારા હતા.

આ ગમ અને આ ઉદાસીનો કાયમી સહવાસ,

હવે પછી અસ્સલ મિત્રો જ આ મારા હતા.

"પરમ" ઘૂઘવતો એક દરિયો એની આંખોમાં,

ને તોય તરસ્યા "પાગલ" નયન મારા હતા.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy