એક ખોજ
એક ખોજ
એકધારી જીવનની ઘટમાળ બોજ બની,
ભટકતાં મૃગની કસ્તુરી કાજેની ખોજ બની !
ન હતો દરિયો હકનો, ન હતું હકનું પાણી,
ઠાલે-ઠાલાં ઘૂઘવતા મોજાંની મોજ બની,
સૂરજની લાલિમા સંગે યંત્રવત ઊગતી રહી,
છેક આથમતી સંધ્યાએ કણસતી સોજ બની,
સૃષ્ટિનું સકળ સૌંદર્ય એક સ્મિતમાં સમાયું,
લો આંખોએ ત્યારે નઠારા આંસુની ફોજ બની !
કરી શકું હું આત્મસાત મારી સઘળી 'ઝંખના',
'મીરાં'ની સમર્પિત ભક્તિ પરમ છોજ બની !
