STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy

4  

Ashuman Sai Yogi Ravaldev

Drama Tragedy

દિલ, દોસ્તી ને દગો

દિલ, દોસ્તી ને દગો

1 min
583

કયારેક સળવળાટ થાય યાદોને

તો, રડી લઉ છું ચોધાર, મુલાકાતોને


સમજું છું વેદનાનો દરિયો છે ગહેરો,

એટલેજ ભરાવુ છું આંસુડાને પહેરો,


સમજીને સરકુ છું હું ખુદની વાતથી,

સૂરજ પણ ઓળખે મને, હવે રાતથી,


લુકાછુપી જેવું કંઈ નથી છતાં રોજ રમુ છું,

ખાલી થાળીમાંએ મનનું પેટ ભરી જમુ છું,


સંતાડી દઉ સઘળી યાદોને દિલના દરિયામાં,

પણ, રોજ તેમનો ચહેરો ખીલે છે ફળિયામાં,


દિલ દોસ્તી ને દગો, જાણે ખંજર થઈ ગઈ છે પસ્તી,

જુઓ ભર વંસતે ચડી 'આશુ'ને બેવફાઈની મસ્તી.



Rate this content
Log in

Similar gujarati poem from Drama