Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

વાહ રે આઝાદી

વાહ રે આઝાદી

1 min
7.1K


બીજાની ગુલામીમાંથી, મળી ગઈ આઝાદી,
હવે કરવી પડે છે,પોતાનાની ગુલામી,
લાયકાત વગરના હોય લોકો, તેને કરવી પડે છે સલામી
 
ગરીબો ગરીબ થાય,અમીરો સોનાના હિંચકે ઝોલા ખાય,
આઝાદી પછી દેશમાં,અનાથ તેમજ વૃદ્ધાશ્રમો બંધાય,
રોજ દેશમાં કોઈને કોઈ નારી પર બળાત્કાર થાય,
અને એ વાત જાણે હોય ઉત્સવ, એમ ચર્ચાય છે
 
આઝાદી મેળવવા ભેગા હતા,હિંદુ અને મુસલમાન,
આજે બંને કોમોને નથી એકબીજા પ્રત્યે માન,
આજે બંને મીટાવવા માંગે છે એકબીજાની શાન,
નથી સમજવા તૈયાર કે, બધા જ છીએ સમાન
 
ધરતી પુત્ર ખેડૂત જ ભૂખે મરે છે આપણા દેશમાં,
એજ બિચારો આમતેમ ફરે છે ફાટેલા વેશમાં,
ગાય માતાને રોજ મરતી જોઉં,જ્યારે આ દેશમાં,
થાય છે કે આટલી બધી ક્રુરતાતો નહતી લંકેશમાં
 
ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે,
નિર્દોષ રોજેરોજ મરે છે,
પછી હોય,ન્યાય કે રક્ષણ,
તેનું પગથીયું ચડતા ડરે છે.. વાહ રે આઝાદી!
 
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational