ઘરચોળું
ઘરચોળું
એમ એ ઉભા છે પ્હેરી ઘરચોળું,
હું બેઠો હૈયે ઉછેરી ઘરચોળું,
રાત આખી ચાંદ ઓઢીને આવી,
ચાંદનીમાં જાણે વેરી ઘરચોળું.
સ્પર્શ એ રીતે મુકી ગ્યા શ્ચાસોમાં,
લ્યો, હથેળીમાં ઉમરી ઘરચોળું.
રાત નાગણ થઈને ડંખે છાતીએ,
અંગ ભીંસે કેવું ઘેરી ઘરચોળું.
ચાર કાંધે એ સુતું સન્નાટો થઈ,
શ્ચાસના તારાને ખેરી ઘરચોળું.
હાથ જોડી સૌ ઉભા થયા એ રીતે,
ઘરનું મારા બસ વિખેરી ઘરચોળું.