STORYMIRROR

ફરીથી

ફરીથી

1 min
1.3K


આકરા મેરું ચડી લઉ હું ફરીથી,

ને ઘણું ચડતાં પડી લઉ હું ફરીથી.


લાગતો નીચે તરફનો ઢાળ કેવો ?

જો ધરા પર આખડી લઉ હું ફરીથી.


જો નડે તો આ ખુદા સામે પડીને,

લાગ આવે બાખડી લઉ હું ફરીથી.


ભાર હળવો થાય જો મારાં હૃદયનો,

તો પછી થોડું રડી લઉ હું ફરીથી.


છળ "ખુશી" છે જાત સાથે કે મને પણ,

મારવાને લાકડી લઉ હું ફરીથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational