હજુ આશા છે
હજુ આશા છે
ક્યાંક કોઈ મોંઘી કાર મુકી સાઈકલ પર સફર કરશે,
ક્યાંક કોઈ ઠંડી એ.સી. મુકી લીમડાના નીચે બેસશે,
ક્યાંક કોઈ પ્લાસ્ટિક મુકી કાગળ ઉપયોગમાં લેશે,
ક્યાંક કોઈ એલોપથી દવા મુકી આયુર્વેદ અપનાવશે,
ક્યાંક કોઈ વિદેશી કંપનીઓ મુકી સ્વદેશી બનશે,
મારા આ વિશાળ દેશમાં મને વિશ્વાસ છે,
ક્યાંક કોઈ પોતાનું મુકી વિશ્વનું પ્રથમ વિચારશે,
મારા આ વિશાળ દેશમાં મને વિશ્વાસ છે,
