STORYMIRROR

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

વસંત

વસંત

1 min
241

સપ્તરંગમાં ઢળી ગઈ કેટકેટલી વાતો

વસંતમાં લીલીછમ્મ હરિયાળી ઓઢી


પોઢી ચરણે પ્રેમીકા લાલ ચટક રંગાતો

પાનખરે પહેરી છે ખરતા પર્ણની જાતો


પીળા ઓરેન્જી કથ્થઈ રંગની રે ભાતો

સદેહે કડકડતી ઠંડી ગર્મ વૃક્ષી વાતો


ગર્ભમાં સૂતુ ટીલુપ્સ પાથરે રૂડી ભાતો

બાંધણીના ટપકાં ઉગ્યા ચોરે નીખરાતો


શ્યામવર્ણી ભીની ભીની ઝરમરી રાતો

ધોધમાર ભીંજવે વરણાગી તુજનો નાતો


કૄષ્ણ કૄષ્ણ માં રોજ વહેતો મુજમાં ન્હાતો

શબ્દ અર્થ વ્યાકરણમાં છંદ રહી ગુંચાતો


પીળો ગરમાળો જાંબુડીયો વાદળે ખીલતો

ઝાંકળમાં હું ટપકી તું વાદળીનો વરતાતો


કાળા ડિબાંગ વાદળે શ્વેતરંગી મુજ જાણતો

આડ કરી ભસ્મની શિવજીએ ભગવો નાતો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational