STORYMIRROR

Mahesh Kumar savariya

Inspirational

3  

Mahesh Kumar savariya

Inspirational

હરિ મને

હરિ મને

1 min
233

હરિ મને હડસેલો ન મારો

તમ વિના નથી કોઈ આરો...

ફૂલડાં વીણી હું ધરું આપ ચરણે

કરું અત્તર છાંટણા તમ શરીરે

કંકુ ચોખા લગાવું લલાટે

પહેરાવું હું ફૂલ માળા....


હરિ મને હડસેલો ન મારો

તમ વિના નથી કોઈ આરો...


આંગણ આવો..થોડા અળગા થઈ...

તમે બે ચાર વાત કાને ધરી લઈ

સગપણ એકાદ અમ જેવાનું'ય રાખો

હરિ મને હડસેલો ન મારો

તમ વિના નથી કોઈ આરો...


અમે સાવ ભોળા ભક્ત તમારા

ગુણલા ન ગાતાં આવડે સારા...

ઉપાડવા પડશે હવે કેટલા ભારા ?

કાઢો આ નરકથી તમે બારા....

હરિ મને હડસેલો ન મારો

તમ વિના નથી કોઈ આરો...


એક ભરોસે તમારા ઓ ગિરધર ન્યારા

ફૂલ પાથરી ને દિલ પાથરશું અમારા...

હરિ મને હડસેલો ન મારો

તમ વિના નથી કોઈ આરો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational