જીવન
જીવન
જીવન માણસને ઘણું શીખવી જાય છે...
રોજની ઘટમાળમાં રોટલી પાછળ પીસાતો,
ઉધાર લઈને પણ ભૌતિક સુખોને પોષતો,
સમયચક્રની લપેટમાં હંમેશા જ ભીસાતો,
છતાં પણ પરિવાર માટે સદાય રહે હસતો; જીવન...
રોજે રોજ ના રોજમેળ ની ટૂંકાક્ષરીની સાથે,
રોજ કચવાતો પણ તોય પીસાતો કામની સાટે,
હું કોણ મારું શું અને મારાપણું શું તે પ્રશ્ન સાથે,
હંમેશા ઝૂઝતો સ્વ અને સ્વ અભિમાન માટે, જીવન...
કરવું છે કૈંક મારે પણ એવું વિચારેલું ક્યારેક,
કરતો રહ્યો સમાધાન હંમેશા ખુદની સાથે,
પરિવાર અને સમાજની ચિંતાનો ભાર લેતા લેતા,
અપબળ અને આત્મશ્લાઘાને હડસેલી કાઠે: જીવન...
પણ, યાદ પણ જિંદગી જ કરાવે છે મનુષ્યને,
કે આપને ખોઈને મજા નથી મેળવવાની આપણાને,
રહે છે જે અટલ અને અડગ સ્વમાનની ખાતર,
જીવનમાં ક્યારેય તે મૂંઝાતો નથી આગળ વધવાને; જીવન.
