STORYMIRROR

અજય પરમાર "જાની"

Inspirational

3  

અજય પરમાર "જાની"

Inspirational

મારો સાથી, મારૂ સંતાન

મારો સાથી, મારૂ સંતાન

1 min
261

મારો સાથી, મારું સંતાન

તકલીફો ભરેલા જીવનમાં ઊર્જાનો નવો સંચાર,

મારો સાથી, મારું સંતાન !


દિવસભરના થાક ના અંતે સાંજનું સ્મિત,

મારો સાથી, મારું સંતાન !


વણકહેવાયેલી વાતોને સમજતું,

મારો સાથી, મારું સંતાન !


ઈચ્છાઓ બધી એની પૂરી કરવામાં અસર્મથ હું તેમ છતાંય ગેલમાં રે'તું,

મારો સાથી, મારું સંતાન !


અશ્રુ જો આવે કદીક મારી આંખમાં તો એને પ્રેમથી લૂછતું,

મારો સાથી, મારું સંતાન !


દુઃખ ની પળોને સુઃખ માં પલટી નાંખતું,

મારું સંતાન, મારો સાથી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational