જીવનનો સંઘર્ષ
જીવનનો સંઘર્ષ
લાંબો છે જીવનનો સંઘર્ષ એમાં,
હારવાની કોઈ વાત નથી....
હર પળે કરવો પડશે જીવવા માટે સંઘર્ષ એમાં,
હારવાની કોઈ વાત નથી..
પથારીમાંથી જાગો ત્યારથી લઈને રાત્રે પડો પાછા પથારીમાં ત્યાં સુધી કરવો પડે છે જીવવા માટે સંઘર્ષ એમાં,
હારવાની કોઈ વાત નથી...
પા-પા પગલીથી ઘડપણની લાકડી સુધી રહેશે આ જીવનનો સંઘર્ષ પણ એમાં,
હારવાની કોઈ વાત નથી....
હરેક જીવને કરવો પડે છે 'જીવવાનો સંઘર્ષ'
એમા મનુષ્ય જ કરે છે હારવાની વાતો !
શીખ ઓ મનુષ્ય તું બીજા જીવો પાસેથી કે આ જીવનનાં સંઘર્ષથી,
હારવાની કોઈ વાત નથી.
