STORYMIRROR

અજય પરમાર "જાની"

Inspirational

3  

અજય પરમાર "જાની"

Inspirational

બાપુજી

બાપુજી

1 min
395

પાંચ આંગળીઓ સરખી નથી હોતી પણ એ બધા લોકો ને સાથે લઈને કેમ કામ કરવું એ અમારા બાપુજી જાણતાં... 

એક તાંતણે બધાને બાંધી રાખતાં એ અમારા બાપુજી... 

મન દુઃખ હોય કદાચ તો પણ તેમનો પડતો બોલ ઝીલી લે એવી ધાક રાખતાં એ અમારા બાપુજી... 

પ્રશ્ન કુટુંબનો હોય કે સમાજનો

સમાધાન માટે હંમેશા તૈયાર અમારા બાપુજી... 

કોઇ ગમે તેટલા મોટા થઈ ગયા હોઈ

પણ બાપુજી સામે તો બાળક જ રહેતાં

"માન " ની વાત આવે ત્યાં માથું ઝૂકી જતું એ અમારા બાપુજી... 

હવે વાતો અને યાદો એમની સાથે રાખીને ચાલવાનું છે બધાં એ;

ક્યારેય ભૂલા ના પડાય એવી રાહ બતાવી ગયા છે એ અમારા બાપુજી... 

એક સમયે તો દરેકે વિદાય લેવી જ પડતી હોય છે! 

જતાં જતાં બધા ને એક મંઝિલ સુધી પહોંચાડી ગયા છે, એ અમારા બાપુજી... 

એ નિખાલસ વ્યક્તિત્વને કવિતામાં કંડારવુ શકય નથી, પુસ્કત લખાય તો પણ શબ્દો ઓછા પડે, એવા એ અમારા બાપુજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational