આગળ મળશે જીત !
આગળ મળશે જીત !
આગળ મળશે જીત
મહેનત હશે અટલ,
વચમાં આવે પહાડ
રોક ના ચરણ,
હારીને કેમ જીત્યો હતો
જીતવા એ યાદ કર,
મહેનત જશે પાણીમાં
નહિ હોય જો લક્ષ્ય,
આગળ...
એકલો અટૂલો ચાલ
ખુદ પર ભરોસો રાખ,
પવન હોય જો સામે
સઢ ને ત્રાંસો રાખ,
પાસું કદીક અવળું પડે
નસીબને વાંકું પડે,
અડગ મનવાળા મુસાફરનાં
ડગર કદીક લડખડે
આગળ...
