Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

વસંત

વસંત

1 min
235


સાગર નું પણ કેવું?

એકદમ પુરુષ જેવું...

તોફાની થવું

શમવું સમાવી લેવું


ગુસ્સો કરવો ડર બતાવવો

પણ પોતાનાઓ માટે

સઘળું સહી આંસુ પીવું

સહજ છે પુરુષો માટે


ન વિશ્રામ ન આરામ

બસ કામ કામ ને કામ

આપવા પરિવારને આરામ

આ છે પુરુષ જે સરળ છે

જેને સમજવો સરળ છે

જે પરિવારના પ્રેમ માટે વિહવળ છે


એના માટે સૌથી મોટું માન

પરિવારની મુસ્કાન...

વાદળ નું પણ કેવું !

બિલકુલ સ્ત્રી જેવું

બંધાવું  વરસવું

અને વિખાઈ જવું


ઝીલવાની પાત્રતા

સામે હોય કે ન હોય

પણ આપી દીધાનો સંતોષ

અદભુત હોય છે સ્ત્રીને

ન આશ ન પ્યાસ

થોડો વિશ્વાસ ને

ખાસ એહસાસ


આ છે સ્ત્રી સ્ત્રી

જેને સમજવા જશો તો

ગ્રંથ લાગશે પણ

એની સાથે જીવશો ને

તો વસંત લાગશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational