STORYMIRROR

mudra sumra

Inspirational

3  

mudra sumra

Inspirational

આનંદ મૃત્યુનો

આનંદ મૃત્યુનો

1 min
317

 ઘણી કડીઓ જોડાતી ગઈ, તો ઘણી કડીઓ છૂટી ગઈ ન જાણે કેમ હું એકલો પડતો ગયો. 

સ્થિર રહી અસ્થિર દુનિયાને ખુશી શીખવતો જાઉં છું ન જાણે કેમ હું મૃત્યુ તરફ વધતો જ.


પાનખરરૂપી જિંદગીમાં મૃત્યુરૂપે વસંત જોઈ રહ્યો છું, ન જાણે કેમ હું પાછો લીલોછમ થઈ રહ્યો છું,

મારી સમીપ પણ ન આવવાવાળા આજે ખબર પૂછી રહ્યા છે ન જાણે કેમ હું મૃત્યુ પ્રિય થતો જાઉં છું.


ભૌતિક સુખમાં ડૂબેલી દુનિયાને નજરે નિહાળી રહ્યો છું, ન જાણે કેમ હું મારી પીડા ભૂલતો જાઉ છું,

સંઘર્ષની આ દુનિયામાં સ્વમૂલ્ય શોધવા નીકળ્યો હું, ન જાણે કેમ હું અપમાનિત થતો જાઉં છું.   


નિશા સમયે અપૂર્ણ હું વિશ્રામ કરવા ગયો, એ મૃત્યુરૂપી પૂર્ણતા એ મને અલૌકિક આનંદથી ભરી દીધો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational