ઇન્તજાર
ઇન્તજાર
શમણું આવ્યું ..હસી ઉઠ્યા તારા ને ચંદલિયો....
તારા ના ચમકારે ડોક્યુ સપનું ..ડોલ્યુ મુજ મનડું...
અંતરના આંગણે ગુંજયો સૂર એ બંસરી કેરો ...
સુએ સુણી તૂટી નીંદરડી....થયો વરસાદ શ્રાવણીયા કેરો...
રાહ જોઈ જોઈ થાકી આંખડી...થાકયું હૈયું મુજ વિજોગણનું...
ઇંતજાર ...ઇન્તજાર...કિશનજી તારો ઇન્તજાર...
નથી અધિકાર તુજ પ્રેમ પર મારો..
પણ મુજ દિલ તો નથી જ માનતું...
સદીઓ સુધી કરશે તારો ઇન્તજાર..
શમણું તુજ ને મળવાનું છે એક મુજ સપનું...
એ એક હકીકત આપે ખુશી આ પગલીને..
સુણી મધુર સુર એ વાંસલડી નો ...
ઝાંઝર પાગલ બની રણઝણે....
બાવરી બની ઘૂમે વન વને...
શ્વાસે શ્વાસે તારી અનુભૂતિ વણે...
કિશનજી...
તારી વાટડી જોતી રાધિકે ...ઘૂમે મધુવને...
ઘૂમે ઘૂમે વનરાવને !
