ખબર હતી.
ખબર હતી.
ખબર હતી.
કપરી કેડી ડરાવની ડગર હતી,
જીત મારી જ થશે ખબર હતી,
મુસીબતો જાણે ગબ્બર હતી,
જીત મારી જ થશે ખબર હતી,
જીદ જીતવાની જબ્બર હતી,
જીત મારી જ થશે ખબર હતી,
એ અલગારી મોજ અંદર હતી,
જીત મારી જ થશે ખબર હતી,
મનમાં સ્થિરતા ને સબર હતી,
જીત મારી જ થશે ખબર હતી,
પંખીની આંખ પર નજર હતી,
જીત મારી જ થશે ખબર હતી.