Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Drama Inspirational Thriller

3  

'Sagar' Ramolia

Drama Inspirational Thriller

સમાજ અને સસરા

સમાજ અને સસરા

2 mins
13.9K


(રાગ-સંગીત નાટક/ભવાઈની જેમ પઠન કરવાનું)


સમાજ પાસે ગયાં સસરા,

ને કરી તેણે રજૂઆત,

વિચાર કરી જવાબ દેજો,

પે'લાં સાંભળો મારી વાત,

ભાઈ, સાંભળો મારી વાત!


દીકરો મારો થયો છે પાછો,

વિધવા બની એની નાર,

જો રાખું એને આવી રીતે તો,

બગડે એનો અવતાર,

ભાઈ, બગડે એનો અવતાર!


એટલે આત્‍મા કઠણ કરી,

મેં કર્યો છે એક વિચાર,

દીકરી મારી એને બનાવી,

પરણાવું નમણી નાર,

ભાઈ, પરણાવું નમણી નાર!


છી છી કરી સરપંચ બોલ્‍યા,

શો આવી ગયો કળિયુગ!

કુબુદ્ધિ સૂઝી છે ડોસલાને,

વહુનો બગાડશે ભવ,

ભાઈ, વહુનો બગાડશે ભવ!


ભગવાનનો જો કોપ થશે,

આપશે ખાવાનું નૈ ટંક,

મારે આવી વાતમાં પડીને

નથી લેવું માથે કલંક,

ભાઈ, નથી લેવું માથે કલંક!


આજીજી કરી સસરા બોલ્‍યા,

ન બોલો વગર વિચારે,

દુઃખી કરી એક વિધવાને,

શું મેળવવું છે તમારે!

ભાઈ, શું મેળવવું છે તમારે!


પંચ પરમેશ્‍વરમાં માનું

એટલે તમને પૂછું છું,

શું કરું છું હું કામ ખરાબ?

વિધવાનાં આંસુ લૂછું છું,

ભાઈ, વિધવાનાં આંસુ લૂછું છું!


છીંકારી ઉપસરપંચ વધ્યા,

આવ્‍યો છે મોટો હરિશ્ચંદ્ર,

હળાહળ દુષ્‍કાળ પડશે,

જો પાપથી રૂઠશે ઈંદ્ર,

ભાઈ, આ પાપથી રૂઠશે ઈંદ્ર!


કાળમુખા ધરા પર થાય,

તો ધરાનો થાય પ્રલય,

સમજતો નથી આ ડોસલો,

કરે છે પાપ જાતી વય,

ભાઈ, કરે છે પાપ જાતી વય!


સમજું છું હું બધું સમજું,

એમ જલ્‍દી બોલ્‍યા સસરા,

નથી માત્ર તમે સમજતાં

તેથી ધ્રુજી જાય છે ધરા,

ભાઈ, ધ્રુજી જાય છે ધરા!


આ સમાજ આવડો બેઠો છે,

કોઈક તો આવો આગળ,

વિધવાનાં આંસુ લૂછવામાં

શીદને ભાગો છો પાછળ?

ભાઈ, શીદને ભાગો છો પાછળ?


વાત તો સાચી છે આ ડોસાની,

એમ મંત્રીશ્રી બોલી ઊઠયા,

ડોસાનાં કામમાં સાથ દેવાં,

શીદને તમે આજ રૂઠયા?

ભાઈ, શીદને તમે આજ રૂઠયા?


યુવાન છે ત્‍યાં વિધવા બની,

છે સંસાર જોવાનો બાકી,

સુખ આડે એનાં શીદ આવો,

વિચાર ધરાવો છો વાસી,

ભાઈ, વિચાર ધરાવો છો વાસી!


હસી કોટવાળ ઊભાં થયાં,

આ મંત્રીની વાત છે સાચી,

પરણાવવામાં વાંધો નથી,

હજુ ઉંમરેય છે કાચી,

ભાઈ, હજુ ઉંમરેય છે કાચી!


સરપંચે હવે ટાપસી પૂરી,

વાત સમજમાં છે આવી,

સુખી કરશું હવે વિધવાને,

સૌ સાથે મળી પરણાવી,

ભાઈ, સૌ સાથે મળી પરણાવી!


Rate this content
Log in

Similar gujarati poem from Drama