Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah

Tragedy

2  

Prakruti Shah

Tragedy

ઘડપણ

ઘડપણ

1 min
281

જેના થકી પ્રવેશ્યા આ દુનિયામાં,

જગ્યા નથી તેના માટે આજે ઘર માં;

પેટે પાટા બાંધીને કર્યો જેણે સુંદર ઉછેર,

ઘડપણ માં એ મા-બાપ થયા લાચાર.

સંતાન ના શોખ ને પૂરા કરવા,

કર્યા દિવસ-રાત એક;

સારી શાળામાં ભણાવવા,

જિંદગી ના કિંમતી વર્ષો કર્યા કુરબાન.

સંતાનોને સમય આપવા,

પોતાના શોખ ને મૂક્યા નેવે;

આજે એ સંતાનો પાસે નથી,

સમય એ મા-બાપ ને માટે.

મા-બાપ ઉછેરી શકે,

ચાર ચાર સંતાનો એક સાથે;

પણ ચાર સંતાનો,

ના સાચવી શકે એ મા-બાપ ને.

નસીબ ના જો હોય બળિયા,

તો થાય મા-બાપ ના વારા;

અને કમનસીબ મા-બાપ,

જુએ વૃદ્ધાશ્રમ ના દ્વાર.

ખબર પડે ક્યારેક સંતાન ને,

એ તો આવ્યો ઘરે અનાથાશ્રમથી,

તો શું હક છે એને,

મા-બાપ ને મોકલવાનો વૃદ્ધાશ્રમે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy