મોરપીંછ
મોરપીંછ
તારા નળિયાંને પાથરણે પગલાં કોણે પાડ્યા...?
ઉતર્યો છે સોનલવરણો મોર,
પગલાં એણે પાડ્યા...
.
મારી નેણલેથી ઢોળાયું કાજલ
બોલે એ ટેહુ ટેહુ બોલ,
પગલાં એણે પાડ્યા..
મારા ટોડલે બેઠી છે મીઠડી ઢેલ
આસોપાલવે ચડી નાજુક વેલ,
પગલાં એણે પાડ્યા...
એના પગલે પગલે રાધા -કાન,
એના મોરપીંછમાં એનું છે નામ,
પગલાં એણે પાડ્યા...
સુંદર ગોપીઓના શ્યામ
વન વાંસળી ના માન,
પગલાં એણે પાડ્યા.....