Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Asmita Shah

Romance

3  

Asmita Shah

Romance

પ્રીતની ઘેલી

પ્રીતની ઘેલી

1 min
7.0K


હરખપદુડી પ્રીતની ઘેલી, વંડી કુદી ભાગી,
વેહતી હવા એ બારણું ઠોક્યું, જો હું ફોરમ લાવી.

ઝૂકતી ડાળે કાગડો બોલ્યો,
થયા છે આ શુકન ભારી,
લાજ શરમ નેવે મૂક્યાને
ઊભી બજારે આવી.

નજરથી નજરનાં જામ પીવડાવે,
ચેતનાની નવતર પ્યાલી,
પ્રશાંત સાગર ખળભળી ઉઠ્યો,
આલિંગન પ્રીતનું ભારી.

થોડી સુગંધ થોડું સ્મિત પ્રસરાવી
વસંત ટહુકા કરતો ગાય
કલરવ કલરવ મન પંખી કરતું
નજર ચરણ પખાળતી જાય

અંદર કંઈ નવું ગુંજતું આવ્યું, મૂંઝારાએ કર્યો વનવાસ;
નવતર સપનાં પગલાં પાડે નિત્ય ઉઘડે મન આકાશ.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance