પ્રેમ
પ્રેમ
પ્રેમ બધું શીખડાવી જાણે છે,
દિલ તો શું,પત્થર પણ પીગળાવી જાણે છે.
હૈયા ભલે ને હોય અચેતન,
ક્ષણવાર માં ધક-ધક ધડકાવી જાણે છે.
અરે! પ્રેમ તો એ સાગર છે,
ખાલી દિલો ને પલ માં છલકાવી જાણે છે.
સાગર ભલે ને હોય ઘૂઘવતો,
નદીઓ કિનારે લાવી જાણે છે.
પ્રેમ વિષે વધુ તો શું કહેવું?
પ્રેમની સુંદરતા તો બધા માણે છે..

