શોધુ છું
શોધુ છું
જેમના થકી સોગાત ઝખમોની મળી છે મુજને,
એમની જ પાસેથી મોહબ્બતનો મલમ શોધું છું,
જે સજાઓ ભોગવી ચૂક્યો વગર ગુનાઓની,
એ જ મારા કરમનો ભેદ-ભરમ માટે અદાલત શોધું છું,
જીવતી લાશોમાં બંધ પડેલા આ હૃદયોમાં,
ક્યાંક ખોવાઈ ગયેલા બે ચાર ધબકારા શોધું છું,
વર્ષોથી જમીન ઉપર ભટકી ભટકીને અંધની જેમ,
મૂરખાયથી જમીનને જ વળગેલા આસમાનને શોધું છું,
આંસુઓના ઝરણાથી ધોઈ નાંખી મુજ એકલતા,
છતાંય હજુ એકાદ સાથ માટે સાથીનો કલરવ શોધું છું,
સમયનાં ઝંઝાવાતમાં પિંખાઈ ગયો મુજ માળો,
માળાનાં તૂટેલા એ તણખલાઓમાં એક બાળપણ શોધું છું,
આખુંય જગત આજે અદાવતની આગથી ઘેરાયું,
આ અદાવતની આગને બુઝાવવા માટે હું પાણી શોધું છું,
જગતનાં લોકોને પરખી પરખીને ખૂબ થાક્યો હવે,
બસ અંદરથી હું 'નાના' ખુદની જ એક પરખ શોધું છું....