હું અને તું
હું અને તું
શક્યતાના દ્વાર છીએ હું અને તું,
'હા' 'ના' નો અધ્યાર છીએ હું અને તું
લાગણીના આમ સાગર રોજ ઠાલા ,
એ કિનારે ખાર છીએ હું અને તું
મનમાં જોબન રોજ ભીંજાયા કરે એ ,
નીરનો અાકાર છીએ હું અને તું
કયાં કદી આમે મળ્યા સંબંધ જાણી ,
અે અજાણ્યો વાર છીએ હું અને તું .
દર્દ સૌનું લૂછતાં ,પણ ધાવ પોષીને ,
જગ ઊપર અવતાર છીએ હું અને તું