Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Tragedy Others

4  

anjana Vegda

Tragedy Others

નિર્દોષ હાસ્ય (મારું બાળપણ)

નિર્દોષ હાસ્ય (મારું બાળપણ)

1 min
268


ઘરનાં બધાં ખૂણે ખૂણા

ઘડીવારમાં જ ફરી વળી.


ઢીંગલી ઢીંગલા સઘળાં રમકડાં

એ ઉથલ પાથલ કરી રહી.


સફેદ બેદાગ ચાદર ઉપર

ચિત્રો નવાં ચીતરી રહી.


જાણે કોઈ વિધવાના જીવનમાં

એ કેટલાંક રંગો પૂરી રહી.


ઘરની ચારેય દીવાલો પર

પેન પેન્સિલથી મથી રહી.


નાજુક નમણા હસ્ત વડે જાણે

એ કોઈ કિતાબ લખી રહી.


કાલી ઘેલી ભાષામાં એ

ગીતો મજાના ગાઈ રહી.


શું ખબર એના અંતરની વાતો

કોને એ સંભળાવી રહી.


દિલના છલોછલ હેતથી

નાના ભાઈને ઝૂલાવી રહી.


નવા નવા હાલરડાં ગાઈને એ

નાના બાળને સુવડાવી રહી.


મમ્મીની વા'લી પપ્પાની લાડકી

ઘરને આખા ગુંજાવી રહી.


પાંપણે સપનાંના તોરણને

ચહેરે નિર્દોષ હાસ્ય સજાવી રહી.


મારા આ શબ્દો થકી દરેકને

હું અતીતની યાદ અપાવી રહી.


સુંદર શબ્દોના સંગાથે 'અંજુ'

બાળપણ મારું બતાવી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy