Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

2.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

અંતરની આરાધના

અંતરની આરાધના

1 min
200



તારી સાથે એવી તો હળીમળી ગઈ,

કે ખુદને મળવાની ચાવી મળી ગઈ !


હોઠ ભલે ને હોય બેયના ચૂપચાપ,

ભાષા બેબુઝ આંખોની કળી ગઈ !


જમાનાએ શુ પાયું મને શું ખબર?

હું તો અમૃત સમજીને ગળી ગઈ !


તે મને એવી રીતે અપનાવી લીધી,

ગંધ હવામાં ભળે એમ ભળી ગઈ !


જેને બહાર ગોતી ગોતીને હું થાકી,

વસ્તુ અમુલખ ભીતર જડી ગઈ !


પાંપણો ઢળી'તી નીરખીને તુજને,

તો આરાધના અંતરની ફળી ગઈ !


તુજ "પરમ" સ્નેહ મલકે સ્મિતમાં,

ને આંખ "પાગલ" પ્રિતમાં ઢળી ગઈ !



Rate this content
Log in

Similar gujarati poem from Romance