Chaitanya Joshi

Inspirational Tragedy


0  

Chaitanya Joshi

Inspirational Tragedy


આવે ના આવે

આવે ના આવે

1 min 232 1 min 232

ઉરનું સૂરમાં કદી આવે ના આવે.

ને એ કરવાનું કદી ફાવે ના ફાવે.

અંતર મન એકરુપ હોય યા ના,

ઇશને કહેવાનું કદી રાવે ના રાવે.

રડીને ઉર થીજી જતું સંજોગથી, 

તોયે અશ્રુ નયને આવે ના આવે.

સમય વિપરીત હોવાનું શક્ય છે, 

ઇશ પોતાનાંને રે તાવે ના તાવે.

મન થૈને વીણા બજી ઊઠતીને, 

રાગ કાલિંગડો ગાવે ના ગાવે.


Rate this content
Originality
Flow
Language
Cover Design