પડે છે
પડે છે
થોડું લખવા પણ
ઘણું છેતરાવું પડે.
ગળાનો હાર બનવા,
હથોડે ટિપાવું પડે.
ખાતર બનવાને,
પાનને સુકાવું પડે.
વસ્ત્ર બનવાને,
કાપડને કપાવું પડે,
હીરાને નીખરવાને,
ઘણું ઘસાવું પડે,
કપડાને ચમકવાને,
ઘણું પછ્ડાવું પડે,
શબ્દોને સ્નેહ બનવા,
ઘણું પસ્તાવું પડે,
છતાંય દુનિયા સામે,
મદમસ્ત દેખાવું પડે.