Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Romance

5.0  

Heena Pandya (ખુશી)

Romance

આજ મળશે તો ખરી

આજ મળશે તો ખરી

1 min
846


આજ મળશે તો ખરી થોડી અડકવાની સજા.

ઘા પડ્યા એવાં હ્રદયને છે ધડકવાની સજા.


આબરૂની જો હવે પરવા કરે છે એ પછી,

ભરબજારે સામુ જોઈને મરકવાની સજા.


છે ઘણા એવા નજર બાંધી ગયા છે આંખથી,

પાંપણોને પણ મળી ત્યારે ફરકવાની સજા.


આંગળી ચીંધે જમાનો આપણા આ પ્રેમ પર,

જો અહીં ડરશું પછી મળશે છટકવાની સજા.


આભ ભેગી ઓગળીને આ ધરા ફરતી જશે,

સાંજ પડતાં સૂર્ય સાથે છે સરકવાની સજા.


કોણ છે જે પારકું ને કોણ પોતાનું બને?

છે પછી એ ઝેર ઘોળીને ગટકવાની સજા.


શ્વાસ ધીમા ત્યાં લગી આપું "ખુશી" હું ઠીક છે!

છે પછી માઠી દશા આ દિલ અટકવાની સજા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance