STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

માયાવી પૈસા

માયાવી પૈસા

1 min
284

પૈસાના સહુ દાસ અને પૈસો આપણો પરવરદિગાર છે

બદલતી દુનિયામાં, માત્ર પૈસાનો જ જયજયકાર છે,


પૈસાના માયાવી સ્વરૂપથી ક્યાં કોઈ રહી શકે છે અછૂત

સંસારી હોય કે બિનસંસારી, પૈસાની માયા અપરંપાર છે,


જેને જોઈએ તે દોડી રહ્યા છે પૈસાની પાછળ ભ્રમિત થઈને

ગમે તેટલું ભાગી લ્યો, આખરે તો એ દેડકા દોડ જેવી લાચાર છે,


આપણી પૈસા પાત્રતા થકી નક્કી થાય છે સંબંધોનો વ્યાપ પણ

સંબંધોની ભરતી ઓટ પાછળ પણ પૈસાનો ઘણો બધો મદાર છે,


ખરાબ માર્ગે આવેલ પૈસાનો અંજામ હોય છે હંમેશા ખરાબ

ઉપરવાળાની અવાજ વગરની લાકડીનો આખરે પ્રહાર છે,


પૈસા વિશે કરવામાં આવે ગમે તેટલી સારી અને સૂફીયાણી વાતો

નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ એ સમાજના સંસ્કાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract