ક્યાં છે એ
ક્યાં છે એ
ક્યાં છે એ કંસ ને ક્યાં છે એ કૃષ્ણ,
ક્યાં છે એ વાસુદેવ ને ક્યાં છે એ દેવકી.....
ક્યાં છે એ ગોપ ને ક્યાં છે એ ગોવાલણ,
ક્યાં છે એ માખણ ને ક્યાં છે એ મિસરી.....
ક્યાં છે એ મથુરા ને ક્યાં છે એ વૃંદાવન,
ક્યાં છે એ રાધા ને ક્યાં છે એ રાસલીલા.....
ક્યાં છે એ સોળસો પટરાણી ને ક્યાં છે એ રૂક્ષ્મણી,
ક્યાં છે એ સુદામા ને ક્યાં છે એ દ્રૌપદી.....
ક્યાં છે એ રાધા ને ક્યાં છે એ મીરાં,
ક્યાં છે એ પ્રેમ ને ક્યાં છે એ ભક્તિ...!!!

