RATILAL VAYEDA

Abstract

2  

RATILAL VAYEDA

Abstract

વ્યવસાયિક માર્ગદર્શન

વ્યવસાયિક માર્ગદર્શન

2 mins
73


દરેક માણસના જીવનમાં કંઈક ને કંઈક બની નોકરી કરી પોતાનું જીવન સુખરૂપ વીતે એવી અપેક્ષા હોય છે. શિક્ષણની બાબતમાં વિચાર હતો ધોરણ બાર પછી જુદા જુદા વ્યવસાયો થતા હોય છે.

 કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ બારમાં સામાન્ય પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ પસંદ કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો વિજ્ઞાન પ્રવાહમાં જોડાતા હોય છે.

 સામાન્ય અને વાણિજ્ય પ્રવાહ માં પાસ થયા પછી તેઓને નોકરીની ઘણી બધી તકો હોય છે. સામાન્ય વ્યવસાયમાં જઈ શકે છે. કોમર્સ રાખીને તેઓ બી.કોમ. એમ.કોમ. તેમજ બેન્કિંગ ને લગતી પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાઓ આપી અને એ પ્રકારના વ્યવસાયમાં જોડાઈ શકે છે.

ધોરણ ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ આપનારા વિદ્યાર્થીઓ માટે ઘણી મોટી તકો હોય છે. વિજ્ઞાનમાં મેકેનિકલ, સિવિલ ,ઇલેક્ટ્રિકલ ,કોમ્પ્યુટર તેમજ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ હોય છે. આ ઉપરાંત વૈદકીય શાખાઓમાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ થોડા વધારે ટકા શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ ડોક્ટર બની શકે છે. ડોક્ટરો પણ જુદી જુદી પ્રકારના હોય છે. વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારા માર્ક મળે એમ.બી.બી.એસ.માં તેઓને પ્રવેશ મળે છે.આ ઉપરાંત ઓછા માર્ક મળે તો આયુર્વેદ બી.એ.એમ.એસ. નો કોર્સ મળશે તેમજ હોમિયોપેથીક,પશુ ડોક્ટર, આ ઉપરાંત દાંતના, આંખના ડોક્ટર વિગેરે પણ વ્યવસાયો મળે છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં ચાલતા જુદા જુદા પ્રકારના મશીન રીપેરીંગ કામ કરવા માટેનો પણ વ્યવસાય મળે છે. આમ વિજ્ઞાન પ્રવાહ થી પાસ થયેલા લોકો જુદા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં જાય છે અને પોતાની કારકિર્દી જમાવી શકે છે અને સારૂ કમાઈ શકે છે.

ધોરણ બારમું પાસ કર્યા પછી લશ્કર માં જોડાવા માટેની પણ અનેક તકો હોય છે. નેવી ,આર્મી, એરફોર્સ, વગેરેમાં ઘણી બધી જુદી જુદી શાખાઓમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી અને પ્રવેશ પામી અને પોતાની કારકિર્દી બનાવી શકે છે.

જો દસનું અને બારમા ધોરણ પછી વધુ અભ્યાસ કરવા ન માગતા હોય તો તેઓને માટે આઇ,ટી ,આઈ ,સંસ્થાઓની સ્થાપના થઈ છે.આ ઉપરાંત ડિપ્લોમા કોર્સીસ મળે છે જેની અંદર તે નાનો મોટો વ્યવસાય કરી શકે છે જુદા જુદા પ્રકારના સાધનોની મરામત કરવી ઇલેક્ટ્રિક , મેકેનિકલ કામ શીખીએમાં પોતે પાવરધા બને અને પોતા પૂરતું કમાઈ અને સારું જીવન જીવી શકે છે.

માટે વિદ્યાર્થીઓ નિરાશ ન થતા. તમારા ઉજળા ભવિષ્ય માટે ઘણી બધી તકો છે, તેનો લાભ લેવા તેમાં જોડાઈ જાવ. આજે ઘરે બેસીને પણ ભાઈઓ અને બહેનો ઘણા બધા અભ્યાસક્રમ કરી અને પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે. તેની માહિતી પણ બજારમાં ખૂબ જ મળી શકે છે.તો નિરાશ ન થતા આગળ વધો દેશને માટે અને તમારા બધા માટે કામ કરો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract