rekha shukla

Classics

3  

rekha shukla

Classics

વસંતપંચમી

વસંતપંચમી

1 min
305


જ્ઞાન, બુદ્ધિ, વાણી અને શિક્ષાની દેવી સરસ્વતી એટલે માતા સરસ્વતી. દેવી સરસ્વતીની આરાધના અને પૂજન કરવાનો દિવસ એટલેવસંત પંચમી. આ વર્ષે વસંત પંચમી 30 જાન્યુઆરીના રોજ આવશે. માઘ માસની પાંચમની તિથિ પર આ દિવસ ઉજવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે.

કેવી રીતે કરવી સરસ્વતી પૂજા ?

વસંત પંચમી પર દેવી પૂજા અને મંત્ર જાપ કરવા જોઈએ. સવારે સ્નાનાદિ કર્મ કરી પીળા વસ્ત્ર ધારણ કરી મંદિરમાં માતા સરસ્વતીનીમૂર્તિ સ્થાપિત કરી અને તેમની પૂજા હળદર, ચંદન, કેસર વગેરેથી કરવી. માતાજીને પીળા ફૂલ અર્પણ કરવા. આ દિવસે માતાજીને ભોગપણ પીળી મીઠાઈનો ધરાવો. સરસ્વતી મંત્રોનો જાપ કરવો. મંત્ર જાપ માટે સ્ફટિકની માળાનો ઉપયોગ કરવો. તમે 'ઓમ સરસ્વત્યૈ નમ:' મંત્રનો જાપ કરવો. વિવાહના મુહૂર્ત

વસંત પંચમી એક વણજોયું મુહૂર્ત પણ છે. આ દિવસે કોઈપણ શુભ કામ પંચાંગ જોયા વિના પણ કરી શકાય છે. આ દિવસે લગ્ન, સગાઈ સૌથી વધારે થાય છે. આ ઉપરાંત કોઈપણ શુભ કામનો પ્રારંભ આ દિવસથી કરી શકાય છે. 

કેવી રીતે થયો સરસ્વતીનો જન્મ

હિંદૂ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની આજ્ઞાથી આ દિવસે બ્રહ્માજીએ મનુષ્યની રચના કરી હતી. પરંતુ શરુઆતમાં માણસ બોલવાનું, સાંભળવાનું કે અન્ય કોઈ જ્ઞાન ધરાવતા ન હતા. સંસારમાં કોઈ ધ્વનિ પણ ન હતી. તેથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી પાણી છાંટી એક ચતુર્ભુજી સ્ત્રીને પ્રગટ કરી જેના હાથમાં વીણા હતી. તેમને બ્રહ્માજીએ સ્વર અને જ્ઞાન ઉત્પન્ન કરવાની જવાબદારી સોંપી. તેમનેસરસ્વતી દેવી કહેવામાં આવ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Classics