Manishaben Jadav

Romance Thriller

4.8  

Manishaben Jadav

Romance Thriller

વરસાદી રાત

વરસાદી રાત

1 min
226


મધુ અને મિત એક રાતે નિરાંતે બગીચામાં બેઠા હતા. બેઠા બેઠા ભૂતકાળની વાત પર ચર્ચા કરી રહ્યા હતા. ધીમે-ધીમે રાત ગાઢ થતી હતી. વાતનો દોર ચાલુ હતો. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.

મધુએ મિતને એક સવાલ પૂછ્યો, " હે મિત, તમે તો મને ક્યારેય જોઈ ન હતી, મારા વિશે કશું જાણતા પણ ન હતા. છતાં પણ એક જ વાર મને જોઈને તરત જ તમે હા પાડી દીધી ? મને એક પણ સવાલ પણ ન પૂછ્યો. આવું કેમ ?"

મિત થોડીવાર તો ચૂપ રહ્યો. પછી બોલ્યો," આ મોસમ જોઈ રહી છે નેં તું. વરસાદ તો ઝરમર ઝરમર જ વરસે. છતાં આ ધરતી જો કેટલી લીલીછમ એકદમ ખુશ છે. શું કામ ? જાણે છે. કેમકે ધરતીને ખબર છે આ ધીમી ધાર એક દિવસ ધોધમાર વરસશે. અને મને સંતુષ્ટ કરશે. બસ એજ મારા જીવનમાં થયું. મને પણ વિશ્વાસ હતો કે મારા તરફથી એને હું ઝરમર ધીમો પ્રેમ આપીશ તો એ એક દિવસ અવશ્ય મને ધોધમાર પ્રેમમાં નવડાવશે.

 વરસતી ધીમી ઝરમર ધાર

 એક દિવસ ધોધમાર વરસશે.

ભલે આજ મને ઓછી લાગે

કાલ મને એ જરૂર ભીંજવશે.


Rate this content
Log in

Similar gujarati story from Romance