Nayanaben Shah

Action

3  

Nayanaben Shah

Action

વૃક્ષ એ જ ધન

વૃક્ષ એ જ ધન

1 min
191


એક નાના છોડને કેટલા જતનથી ઉછેરવો પડે છે ! તેને યોગ્ય તાપ, ખાતર તથા પાણી મળી રહે તો એનો સતત વિકાસ થતો જ રહે છે. ઝાડપાન તો ઈશ્વરે મનુષ્યને આપેલી સર્વોત્તમ ભેટ છે.

નાનો પરાગ લીમડાના ઝાડ નીચે જ બેસી રહેતો. પરંતુ બાગમાં નાના છોડ જોઈ એની મમ્મીને પૂછતો કે આ નાના અને આ મોટા કેમ ? એની મમ્મી કહેતી તું કેટલો નાનો છું !ધીમેધીમે તું તારા પપ્પા જેટલો મોટો થઈ જઈશ. એવી જ રીતે આ નાના છોડમાંથી મોટા ઝાડ બની જશે. મનુષ્ય હોય કેે વૃક્ષ એનો વિકાસ ધીરે ધીરે જ થાય.તું જે લીમડાના ઝાડ નીચે બેઠો છું એ લીમડો પણ એક સમયે છોડ જ હતો.

આ વૃક્ષો છે તો આપણને પ્રાણવાયુ મળે છે. સવારે પૂજા માટે જે ફૂલ ભગવાનને ચઢાવીએ છીએ તથા આપણે જે ફળો ખાઈએ છીએ એ પણ આ વૃક્ષોને જ આભારી છે. એના કારણે મનુષ્ય જીવન ટકી રહ્યું છે.જેમ કે કોરાના વખતે કેટલી બધી જરૂર પ્રાણવાયુની પડતી હતી !

આ વૃક્ષોના પાંદડાં જયારે ખરી પડે તો એ સૂકાઈને ખાતર બને છે. વૃક્ષોની છાલ, પાંદડા, મૂળ બધાનો ઉપયોગ કરીને દવાઓ બનાવાય છે. રામાયણમાં પણ સંજીવની વનસ્પતિનો ઉલ્લેખ છે.એનો ઉપયોગ જાણનાર એના વડે મનુષ્યને જીવનદાન આપે છે.

આપણામાં કહેવાય છે કે,"પહેલું સુખ તે જાતે નર્યા" મનુષ્યને ધનરૂપી તંદુરસ્તી તો આ વૃક્ષો જ અર્પણ કરે છે. જેમ મનુષ્યને પૈસાની જરૂરિયાત જીવનનિર્વાહ ચલાવલા માટે છે એમ વૃક્ષો જીવન ચલાવનાર સંપત્તિ જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Action