વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ...
એક એવી જગ્યા....
જ્યાં લોહી ના સંબંધ નથી....ના લોહી ની સગાઈ છે...
પણ હા.... લાગણીઓ ની બહુ મોટી ભવાઈ છે...
આજે એક એવી વાર્તા લઈને તમારા સમક્ષ રજૂ કરું છું...
એક માજી...લગભગ ઉંમર એમની 62 વર્ષ....
સ્વભાવે એમને મે જોયેલા ત્યાર થી લઇ ને એમનું નિધન થયું ત્યાં સુધી એમને જોયા છે ....અનુભવ્યા છે .. બધા ની સેવા એ એમનો ધર્મ...
એ એમના પતિ ના બીજી વાર ના પત્ની હતા... પહેલી પત્ની ના બે બાળકો...એક દીકરી અને એક દીકરો..અને એમની પોતાની એક દીકરી....
એમની પોતાની દીકરી ના જન્મ પછી એમના પતિ નું લગભગ 3 વરસ પછી મૃત્યુ થયું...અને આ માજી ના માથે આભ તુટી પડ્યું...જ્યારે પતિ નું નિધન થયું ત્યારે 3 બાળકો ની જવાબદારી આ માજી ના માથે આવી ગઈ...બસ એક સારી વાત એ હતી કે પોતાનું ઘર હતું એટલે એમને બીજે ક્યાંય ભટકવું ના પડ્યું... પેહલા ના જમાના ના હોવાથી માજી નું ભણતર નહોતું પણ હા ગણતર માં નંબર એક હતા...મનોમન વિચાર કરી ને એમને નિર્ણય કર્યો કે કઈ પણ કરીશ પણ બાળકો ને ભણાવીશ ...રાત દિવસ એક કરી નાખ્યાં ને લોકો ના કામ કરવા લાગ્યા..કોઈ ના ત્યાં કચરા પોતા તો કોઈના ત્યાં વાસણ,કોઈ ની રસોઇ તો કોઈ ના ઘર નો નાસ્તો...ફુરસત ના સમય માં મોટા લોકો ના ઘર ના શાકભાજી સમારી આપવા, ભરતકામ કરવું, સાડી માં ફોલ લાગવા...એવા બધા જ કામ કર્યા....સમય વીતતો ગયો ને બાળકો મોટા થવા લાગ્યા... ભણી ને પોતપોતાના કામધંધે લાગ્યા...સૌથી પેહલા મોટી દીકરી ના લગ્ન થયા, ત્યારબાદ છોકરા ના લગ્ન...અને દીકરો પરણી ને પોતાની પત્ની સાથે બીજા જ મહિને અલગ થઈ ગયો ..હવે રહી નાની દીકરી જે માજી ની પોતાની હતી .....
કોઈ કારણ વગર માજી ના દીકરા એ એમને કહી દીધું કે માં તરો આભાર તે મને આ લાયક બનાવ્યો પણ હું તારી સાથે રહી નહિ શકું ના તને કોઈ મદદ કરી શકીશ....માજી એક પળ માટે તો કંઈ સમજી ના શક્યા...બસ એની સામે જોઈ રહ્યા...અને એને આંખો ના આંસુ થી સંમતિ આપી કે ઠીક છે દીકરા , જા અને તારી જિંદગી માં ખુશ રહે .. એમણે ના ભગવાન ને ફરિયાદ કરી કે ના પોતાના નસીબ ને કોષ્યું ... જીવન ના રંગમંચ પર પોતાની ભૂમિકા ને આ રીતે નિભાવાની છે એ સમજી ને આગળ શું થશે એના માટે વિચારવા લાગ્યા....વિચારો ના વમળ માં ખોવાયેલા માજી કલાકો સુધી એક જ જગ્યા એ બેસી રહ્યા.... અચાનક જાળી ખોલવાનો અવાજ આવ્યો અને વિચારો માં થી બહાર આવી ..પોતાની આંખો લૂછી બહાર આવ્યા ..દરવાજે નાની દીકરી પોતાની ઓફિસ થી આવી..ભાઈ ભાભી વિશે પૂછતાં એને સઘળી વાત કરી...દીકરી પણ આજ ના જમાના ની ...માજી ની વાત ને અવગણી ને ખાલી પૂછ્યું જમવાનું બનાવ્યું? કે રડતી જ રહી? દીકરી એ કહ્યું, પોતાના એ પોતાના.. હું તો પેહલા જ કહેતી હતી...માજી ફરી સ્તબ્ધ થઈ ગયા....ને વિચારવા લાગ્યા કે કઈ જગ્યા એ ઉછેર માં કમી રહી ગઈ? કે આજે બધા પોતાના અલગ રંગ દેખાડે છે...પણ પોતાની મદદ થી સ્વસ્થ થઈ દીકરી ને જમવાનું આપ્યું....રાત પડી પણ માજી ના વિચારો એ વિરામ ના લીધો.....વિચારો માં રાત વીતી ગઈ ને... પાછી સવાર પડી ગઈ...સમય વીતતો ગયો..પણ દીકરો પાછું વાળીને મળવા પણ ના આવ્યો....આ બાજુ નાની દીકરી ના પણ લગ્ન થઈ ગયાં ..અને માજી એકલા પડી ગયા....વિધિ ના વિધાન અને કર્મ ની કઠિનાઈ ને અપનાવી માજી પોતાની જિંદગી વિતાવા લાગ્યા...એવા માં દીકરા ને ધંધા માં ખોટ પડી અને દેવું થઈ ગયું...પૈસા ની જરૂરતે ફરી માતૃપ્રેમ જગાડ્યો ને દીકરો માં ને મળવા આવ્યો...માં તો રાજી ની રેડ થઈ ગઈ ..આટલા વરસો પછી દરવાજે દીકરા ને જોઈ સાક્ષાત પ્રભુ પધાર્યા હોય એટલી ખુશી થઈ ..દીકરા ને અંદર બોલાવ્યો પોતાની પાસે બેસાડ્યો પણ હજી પણ દીકરા ના સ્વાર્થ ને પ્રેમ સમજી બેઠેલી માં નો વિશ્વાસ એક પળ માં તુટશે એ ખબર નહોતી...
દીકરા એ માં ની ખબર અંતર પૂછ્યા વગર સીધું જ પૂછી લીધું કે માં આ ઘર ના કાગળિયા ક્યાં છે? માં કઈ પૂછે કે કઈ સમજે એ પેહલા જ બોલી ઉઠ્યો મારે કાગળિયા બેંક માં આપવાના છે મે આ ઘર ગીરવે મૂકી એના પર બેંક પાસે થી ધિરાણ માંગ્યું છે...માજી ને ભગવાન કેવું હૃદય આપ્યું હશે કે દીકરા દીકરીઓ વારે ઘડીએ એની લાગણીઓ સાથે રમત રમ્યા જ કરે...
દીકરા ની સઘળી વાત સાંભળી કાગળિયા એને આપી દીધા...
આ વાત ની જાણ બંને દીકરીઓ ને થતાં... એ બંને પોતાના ઘરવાળા ને લઇ ને માજી સાથે ઝગડો કરવા આવ્યા...માજી ની વાત સાંભળ્યા વગર જ એટલું બધું બોલી ગયા ..કે છેલ્લા વાક્યો માં દીકરીઓ ના મોઢે માજી એ આપણા હવે સામું જોવાના પણ સંબંધ નહિ રહે...આજ થી તું અમારી માં નહિ અને અમે તારી દીકરીઓ નહિ કરીને નીકળી ગયા....
હવે ના માજી પાસે દીકરો ના દીકરીઓ....પતિ ના ગયા પછી ફરી વાર માજી આજે પરિવાર વગર ના થઈ ગયા.....
સમય વીત્યો ને બે મહિના પછી બેંક ના માણસો ઘર ખાલી કરવાની સૂચના આપીને નીકળી ગયા....
માજી હવે ક્યાં જશે...શું કરશે ની દુવિધા માં હતા..ત્યાં એમને યાદ આવ્યું કે કલાબેન ત્યાં રસોઇ કરતા હતા એમના ધ્યાન માં એક વૃદ્ધાશ્રમ છે... કલાબેન ને મળી ત્યાં ની વિગત લઇ...ને ત્યાં જવાની તૈયારી માં લાગી ગયા.....
4 થા મહિને માજી વૃદ્ધાશ્રમ માં પહોંચ્યા...બધા ને વારાફરતી મળ્યા....હવે અહીંયા એમને નક્કી કર્યું રોજ એક નવી વાનગી બનાવી બધા ને ખવડાવવી...અને પોતાની જિંદગી ને માણવા લાગ્યા...ભજન કીર્તન અને બધા ની મદદ માં જીવન વ્યતીત કરવા લાગ્યા...સમય એક વરસ બે વરસ એમ એમ 15 વરસ થઈ ગયાં....આજે એ માજી 90 વરસ ના થઈ ગયા પણ એક પણ વાર ના દીકરા કે ના દીકરી ઓ એમને મળવા આવ્યા...અચાનક એક દિવસ 3 બાળકો સાથે આવ્યા...માજી ને પોતાની આંખો પર યકીન ના થયું...અને બોલી ઉઠ્યા ..શું આજે તો મારો જન્મદિવસ પણ નથી...ના આજે મધર્સ ડે છે તો તમે 3 સાથે કેવી રીતે આવ્યા ...પણ ત્રણેય બાળકો લાગણીહીન થઈને બોલી ઉઠ્યા કે તારા અંગૂઠા નું નિશાન જોઈએ છે અમે ઘર વેચી ને પોતપોતાના ભાગ ના પૈસા માંગવા આવ્યા છીએ...માજી ખાલી હસ્યા અને કહ્યું.... એ ઘર તો મે ક્યારનું છોડી દીધું....જે ઘર મારું ક્યારેય હતું જ નહિ હું તો ત્યાં ભાડુઆત હતી...બસ 3 બાળકો ની રખવાળી કરતી હતી એ પણ વગર પગારે....અને કાગળિયા તો ગીરવે મૂકેલા છે તમારા ભાઈ એ...એટલે તમે અંદરોઅંદર વાત કરી લ્યો અને મને જણાવો માટે ક્યાં અંગૂઠો લગાવાનો છે?
બસ આ માજી ની બાળકો સાથે ની છેલ્લી મુલાકાત હતી....
બાળકો ને જતા જતા માજી એ એટલું કીધું..કે લોહી ના સંબંધ પર આજે મે મારા અંગૂઠા ની મહોર મારી દીધી છે....બસ એક છેલ્લી ઈચ્છા એ છે કે મારા મરણ ના સમાચાર આવે તો હવે આવશો નહિ કારણ કે હવે મારી પાસે તમને આપવા માટે પ્રેમ પણ નથી રહ્યો ..અને દીકરા દીકરીઓ જતા રહ્યા અને માજી એમને જોતા રહ્યા...
વૃદ્ધાશ્રમ ની ઓફીસ જઈને ફરજ બજાવતા ભાઈ ને વિનંતી કરી કે ભાઈ મને આ ચિઠ્ઠી માં જે નંબર લખ્યો છે એ જોડી આપને...પેલા ભાઈ એ નંબર જોડી આપી માજી ને આપ્યો...માજી એ દબાતા અવાજે કલાબેન હું બોલું છું....બે ઘડી તમારા પાસે સમય હોય તો કંઈ કેહવા માંગુ છું.... કલાબેન ની સંમતિ થી માજી આગળ વધ્યા અને કહ્યું....
"લોહીના સંબંધ જોયા, સમીપ થી સંસાર જોયો....
પણ અહીંયા વૃદ્ધાશ્રમ માં ...પારકા માં પણ પોતીકો પ્રેમ જોયો..."
તમારો આભાર કે તમે મારી જિંદગી ના છેલ્લા વર્ષો માં એક પરિવાર આપ્યો....
મારી પાસે હવે કશું જ નથી પણ ઘણું બધું છે....
ને માજી એ ફોન મૂકી દીધો...
ભગવાન ને ભજતાં ભજતાં પોતાની જગ્યા એ ગયા અને એ સાંજે જ એમના પ્રાણ નીકળી ગયા......
હવે આને તમે માજી ના કર્મ ની કઠિનાઈ કહેશો?
કે વિધાતા ના વિધાન?
કે પછી પારકી માં ની વ્યથા કે પોતીકા નું પારકું વલણ?
- Story by Hiral Pathak Mehta
