Hiral Pathak Mehta

Drama Tragedy

4  

Hiral Pathak Mehta

Drama Tragedy

જન્મટીપની સજા - 3

જન્મટીપની સજા - 3

2 mins
417


હસતાં હસતાં પપ્પા બોલ્યા શું વાત છે, સમથિંગ સિક્રેટ ટોકસ ગોઇંગ ઓન હાં ? ને અમે જમવા બેઠા. પપ્પા અને મમ્મી વાતો કરતાં હતાં ને હું કાલ ની સવાર જલ્દી પડે એની રાહ જોવા લાગી.

સવાર પડતાં જ મારો નિત્યક્રમ પતાવીને હું તૈયાર થઈ ને કોલેજ પહોંચી, રસ્તામાં જ નક્કી કરી લીધું હતું કે આજે મુંજાલ ને પોતાના દિલની વાત કહીને જ રહીશ. ને ક્લાસરૂમમાં પહોંચી. બધાં ધીમે ધીમે આવતાં ગયાં પણ મુંજાલ ક્યાંય ના દેખાયો. કોલેજ નો સમય પૂરો થયો..અને નિરાશ મને પાછી આવી. શું હશે ? કેમ નહિ આવ્યો હોય ? કંઈ થયું હશે ? એમાં ને એમાં દિવસ પૂરો થયો પણ રાત એના વિચારો માં જ રહી. આખી રાત જેમતેમ વિતાવી ને બીજા દિવસે ફરી કોલેજ પહોંચી ને રાહ જોવા લાગી ને મને મારા કરતાં પહેલાં જ ક્લાસરૂમમાં મુંજાલ દેખાયો. એને આજે મારા સામે સ્માઈલ આપી ને હાય કીધું. મેં પાછું વળીને જોયું, કોઈ નહોતું ને ઉતાવળે પૂછી નાખ્યું કે મને કહો છો ? મુંજાલે કીધું, હા શાયરા દિવાન તમને જ કહું છું. મનમાં એકદમ ખુશ ને બહારથી એટીટ્યુડ સાથે કહ્યું. "ઓહ ! સો યુ માય નેમ ઓલસો ! " મુંજાલ બોલ્યો," હમ જિસે મહોબ્બત કરતે હૈ ઉસકા સિર્ફ નામ નહિ. પસંદ નાપસંદ કા ભી ખ્યાલ રખતે હૈ" કહી ને મને ગુલાબનું ફૂલ આપ્યું. હું એકદમ ખીલી ગઈ. સાચે જ ? મુંજાલ ? 

હા, શાયરા તને શું લાગે છે. તું મને છૂપાઈ છૂપાઈ ને જોતી હતી એ મને નહોતી ખબર ? અને કાલે પણ હું આવ્યો નહિ પણ તારા ચહેરાની બેચેની દૂરથી મેં જોઈ હતી, ને હું શરમાઈ ગઈ. .કોલેજ પતવાની રાહ જોઈને ક્લાસરૂમમાં જ ભણવામાં ધ્યાન આપવા લાગ્યાં.

બેલ વાગતાં જ મુંજાલના ઈશારે હું પાર્કિંગમાં પહોંચી ને એના આવતાં સાથે એના બાઈક પાછળ બેસી અમે કોફી પીવાં પહોચ્યાં. આમને આમ દિવસો વીતતાં ગયાં ને મુલાકાતો વધતી ગઈ. મુંજાલ મારા ઘરે પણ આવવાં લાગ્યો. મમ્મી પપ્પા સાથે હળીમળી ગયો હતો. મુંજાલ અહીં પેઈંગ ગેસ્ટ તરીકે એના રૂમમેટ સાથે રહેતો એટલે હું કયારેય એના ઘરે નહોતી ગઈ. ઘણીવાર અમે મળતાં ને હું એને કહેતી કે મને તારા ઘરે ક્યારે મળાવીશ ? ને મુંજાલ કહેતો કે જરુર મળાવીશ. ને હું માની જતી. એકવાર કોલેજ પતે એટલે હું તને ઘરે લઈ જઈશ. મુંજાલ અને હું એકબીજાને બહુ પ્રેમ કરતાં..પણ અમે મર્યાદા નહોતી ઓળંગી અને એ વાત પર મને મુંજાલ માટે માન હતું. આમ ને આમ ફાઈનલ એક્ઝામ આવી ગઈ..બીજા દિવસે ફાઈ એક્ઝામની તારીખ ને ટાઈમટેબલ આવવાના હતાં. હું રોજની જેમ તૈયાર થઈ ને મુંજાલની રાહ જોવા લાગી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama