Hiral Pathak Mehta

Tragedy

4  

Hiral Pathak Mehta

Tragedy

જન્મટીપની સજા - 2

જન્મટીપની સજા - 2

2 mins
338


આજે નામ ખબર પડવાની ખુશી હતી. ચહેરા પર લાલી હતી. મલકાતી મલકાતી ઘરે પહોંચી. જઈને મમ્મી ને વળગી પડી..ને કહ્યું, 'મમ્મી.…ઓ મારી મમ્મી. સાંભળ. ' મમ્મી કામમાં વ્યસ્ત હતી. એક મિનિટ,શાયરા. હું જોરથી બોલી, મમ્મી , પ્લીઝ ને..અહીં આમ જોને પહેલાં. મમ્મી એ કીધું, હા ચલો બોલો આજે શાયરા મેડમ ને મમ્મીની કેમ યાદ આવી ? એ પણ કોલેજથી આવતાં જ. વાત શું છે ? મેં કહ્યું, પહેલાં કહે હું કેવી લાગું છું ? અરે. એમાં કહેવાનું શું હોય ? મારી શાયરા તો સુંદર જ છે ને ! મમ્મી મસ્ત મૂડમાં બોલી. મેં કીધું..ના એમ નહિ. કોઈને હું એક જ વારમાં ગમી જઉં એવી ? મમ્મી બોલી, ઓહ! તો મારી શાયરા ને શું કોઈ છોકરો ? સાચે જ ? અરે વાહ, કોણ છે એ ? કેવો દેખાય છે ? મને ક્યારે મળાવીશ ? નામ શું છે ? ને સવાલો નો વરસાદ વરસાવા લાગી. મેં કીધું મમ્મી, "કુલ ડાઉન" મને ફક્ત એનું નામ જ ખબર છે. એ પણ આજે જ ખબર પડી..પણ હા, એ છે કે સાચે જ મને બહુ જ ગમે છે..ખબર નહિ કેમ પણ એના સિવાય કંઈ વિચારી જ નથી શકતી. ના કંઈ વિચારવું છે. યુ નો વોટ મમ્મી, આજે પહેલી વાર શાયરા દિવાન નું દિલ ધબક્યું છે. આજે પહેલી વાર કોઈ માટે મેં રાહ જોઈ છે. શાયરા દિવાન સાથે કોલેજમાં વાત કરવા છોકરાઓ તો શું છોકરીઓ પણ તરસે છે. પણ આજે પહેલીવાર શાયરા દિવાન કોઈની સાથે વાત કરવા તરસી રહી છે. તું શું કહે છે ? કેવી રીતે એની સાથે વાત કરું ? શું એ મને મળશે ? મને ગમાડશે ? બોલને મમ્મી ? 

એક મિનિટ, મિસ. શાયરા દિવાન. જરા તમે તમારા શબ્દોને બ્રેક લગાવો તો આ અનિતા દિવાન ઉર્ફ તમારી મમ્મી..કંઈક બોલે..ને મને ચીડવવા લાગી. હું પ્રેમથી ચિડાતાં.. જાને, મમ્મી પ્લીઝ કહેને મુંજાલ ને હું ગમીશ ને ? એ પણ મારી સાથે વાત કરવા બીજા છોકરાઓની જેમ તરસતો હશે ને ? સંવાદો ચાલુ હતાં ને પપ્પા આવી પહોંચ્યા.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy