એક મીઠી યાદ
એક મીઠી યાદ
"એ સાંજ ક્યારેય નહીં ભુલાય", વિહાન.
"કેમ તું એવું કહે છે ?", અંતરા ?
બંને વર્ષો પછી મળ્યા ને પહેલો સંવાદ ચાલુ થયો.
મેં તને બેહદ પ્રેમ કર્યો છે અને હજી કરું જ છું, પણ માલિની ને જયારે જયારે જોવું છું ત્યારે આંખો ભરાઈ જાય છે, એનો મારા માટેનો વિશ્વાસ, મારા પ્રત્યેની લાગણી જયારે જયારે અનુભવું છું ત્યારે ત્યારે મને મારી જાત પર રોષ આવે છે.
અંતરા, તું કેમ એવું વિચારે છે ? માલિની એ ક્યારેય તને અમારાથી અલગ ગણી નથી..ના ક્યારેય ગણશે.
ના આપણે એને ધોકો આપીએ છીએ, તું મારી બહુ સારી મિત્ર છે, અને તને જાણ નહીં હોય પણ મને ક્યારેય કોઈ છોકરી સાથે એટલો મનમેળ નથી બેઠો જેટલો તારા સાથે છે, ના તારા મારી જિંદગી માં રહેવાથી મારા કે માલિનીના પ્રેમ માં કોઈ અડચણ આવે છે.. તું વગર વિચાર્યે કેમ એવું બોલે છે ?
વિહાન, મેં તને પહેલી વાર જોયો ત્યારે ના મને તારા માટે કઈ ફીલ થતું હતું ,ના મેં કઈ વિચાર્યું હતું.. તને ખબર જ છે કે હું મારી જિંદગી માં બહુજ ખુશ હતી, શશી મને દિલથી ચાહે છે અને મારા માટે બહુજ લાગણી છે, એમણે મને ક્યારેય પ્રેમમાં ઓછપ આવા નથી દીધી, ના મને કોઈ વાત માટે ટોકે છે, મને બધી જ વસ્તુની છૂટ આપે છે , પણ તારા સાથે ક્યારે કેવી રીતે કેમ નો પ્રેમ થઈ ગયો ? સમજાતું નથી. તારા સાથે વાત ના થાય તો કઈ ગમે નહીં, કયારે તારાથી એટલો લગાવ થઈ ગયો મને ખ્યાલ જ ના આવ્યો.. ખબર છે તને વિહાન, હું તને ભૂલી જ નથી શકતી .. એ જાણતા હોવા છતાં કે હું જે ચાહું છું, જે વિચારું છું, એ શક્ય નથી, ના તું માલિની ને છોડી શકીશ ના હું શશી ને ? એ પણ જાણું છું કે તું મને એક મિત્રની નજરથી જ જોવે છે, પણ એવી મિત્ર કે જેના ખોળા માં માથું રાખીને તું સૂઈ શકે, જેના ખભે માથું મૂકી રોઈ શકે, જેની સાથે વાત માત્ર કરવાથી શરીરમાં એક ઊર્જાનો સંચાર થઈ જાય છે.
મને એ સાંજ એટલે નથી ભૂલાતી જયારે તે પહેલી વાર મારો હાથ પકડ્યો હતો, મને એવું ફીલ કરાવ્યું કે હું તારા માટે ખાસ છું, તારામાં ચાલતો શ્વાસ છું, શરીરથી પરે આત્મા સાથેના સંબંધની અનુભૂતિ કરાવી છે તે મને, તે મને મારા જાત સાથે મેળવી, મેં મારી જાત ને ક્યારેય આટલો પ્રેમ નથી કર્યો, તે મને ઘણી જગ્યાએ એકદમ પરફેક્ટ બનાવી, મને લોકો ને ઓળખવાની સમજ આપી, સૌથી ખાસ તો તે મને હરપળ સાંભળી.
વિહાન , તે મને લાયકાત કરતા વધારે તારા જીવનમાં સ્થાન આપ્યું, તારી સારી નરસી સૌ પળોમાં તે મને સમય આપ્યો, પણ હવે સમય બદલાયો હોઈ એમ મને લાગે છે, મારાથી તું દૂર હોય એમ મને લાગે છે, જવાબદારીઓ તારી વધી છે એમાં મારુ સ્થાન ઘટ્યું હોય એમ મને લાગે છે, મને તું જ જણાવ, તું જ કહે હું ક્યાં જાઉં ? પાછી વળું ? તને ભૂલું ? જે શક્ય નથી તો યાદ કરું ? તું જ કહે મને હું શું કરું ?
અંતરા, હું તને સમજુ છું, કદાચ તારા કરતા પણ વધારે...મને પણ તારો સાથ જોઈએ છે, સહકાર જોઈએ છે, મારી જિંદગીમાં તારી હાજરી જોઈએ છે ? અને તું સાચે જ અમારા જીવનનો, અમારા ઘરના એક સભ્ય જેવી જ છે, તને ક્યારેય અમે અમારાથી અલગ કરી જ નથી ? તો આજે કેમ આવા વિચારો સાથે આવી છે ?
રહી વાત પ્રેમની તો હા, હું તને તારી જેમ પ્રેમ કરતો નથી.. શરીરની ભૂખ મને છે નહીં, ના હું એવા કોઈ વિચારો કરું છું જેની અસર આપણા બંનેના જીવન પર પડે.
અને જો તું એવું વિચારે છે કે એક પુરુષ અને સ્ત્રી ફક્ત શરીર સંબંધ હોય તો જ આગળ વધી શકે તો એ ખોટું છે..ખરેખર પ્રેમ એટલે પામવું જ ના હોય ? ખરેખર પ્રેમ એટલે ફક્ત શરીરનો ના હોય ? મારે તને પામવી નથી શરીરથી તો નહીં જ.. રહી વાત હ્રદયની તો એમાં તો હું પામી ચૂક્યો છું, તો એટલા વર્ષે તું મને ભૂલી નથી શકી...અંતરા, જો એક વાત હંમેશા યાદ રાખજે, શશી જ તારા માટે સર્વસ્વ છે, એ તારા પતિ સાથે સાથે તારો એક મિત્ર છે, હા અમુક વાતો એવી હોય જ તું એને દિલ ખોલીને ના કહી શકે તો તું મને જણાવ, પણ જો તું મારી અને શશીની સરખામણી કરીશ તો તને કંઈ જ નહીં મળે, કેમ કે શશીની જગ્યા એના હક અને મારી જગ્યા અને હક અલગ અલગ છે.... બંને ને એક જેવા વિચારીશ તો ક્યારેય એમાંથી બહાર નહીં આવી શકે, અને હું તને આમ નહીં જોઈ શકું...નક્કી તારે કરવાનું છે કે તારે શું કરવું છે ? એક સાચા મિત્ર તરીકે મારી સામે બેઠી છું, તો હું તને ક્યાંય નહીં જવા દઉં..
પણ જો તારા દિલ માં મારા માટે જ લાગણીઓ ઉદભવે છે અને એ પ્રમાણે મારા સામે બેઠી છે તો તું જઈ શકે છે, અંતરા......
અને હું ત્યાંથી ઊભી થઈ અને વિહાન ને કહ્યું, જે દિવસે મિત્રની શોધ માં નીકળીશ તો ફરી જરૂર મળીશ, ત્યાં સુધી પ્રેમ પર પૂર્ણવિરામ મૂકવામાં મારી મદદ કરજે..અને ત્યાંથી ચાલવા માંડી... આજ સુધી હું એને ભૂલી નથી શકી અને ..
વિહાન ખબર નહીં એની અંતરાને યાદ કરતો હશે કે નહીં ? પણ હા એ ગર્વથી કહી શકું છું કે વિહાનના જીવનમાં એક જ અંતરા હતી, છે અને રહેશે....મારી જગ્યા કોઈ લઈ નહીં શકે.

