Hiral Pathak Mehta

Tragedy

4  

Hiral Pathak Mehta

Tragedy

ભાગ -૧ જન્મટીપની સજા

ભાગ -૧ જન્મટીપની સજા

2 mins
398


એકાએક ફોનની ઘંટડી રણકી ને કાંસકો વાળમાંથી સરકી ને નીચે પડ્યો. ફોન નું રિસીવર ઉઠાવ્યું ને, "હેલો, શાયરા...કેમ છે તું ?" આટલા વરસો પછી..મેં કેમ કોલ કર્યો ? નંબર ક્યાંથી મળ્યો..? આ બધાં સવાલોના જવાબ નિરાંતે આપીશ..બસ ખાલી જે એડ્રેસ કહું એ લખી લે ને આજે સાંજે ૫ વાગ્યે ત્યાં પહોંચી જજે...ને એણે ફોન મૂકી દીધો.

મને કંઈ સમજાયું નહિ..ત્યાંથી ઊભી થઈ ને આઈનામાં પોતાની જાત ને નિહાળીને ભૂતકાળમાં સરી પડી.

હજુ પણ એ દિવસ મને યાદ છે. ગુલાબી રંગ નું સલવાર ને આછા ગુલાબી રંગની લિપસ્ટિક ને ખુલ્લા કેશે હું કોલેજ પહોંચી. આટલા દિવસ પછી સહેલીઓને મળી હતી એટલે વાતોનો તો ખજાનો હતો. પણ બેલ વાગતાં જ સીધી ક્લાસરુમમાં પહોંચી પોતાની જગ્યાએ બેસી ગઈ. સાહેબના આવતાં પહેલાં જ આગળથી અવાજ આવ્યો..,"વાવ, વોટ અ સ્માર્ટ ગાય !" ને મેં નજર ઊંચી કરી...ખરેખર એને જોતાં જ મારી આંખો ત્યાં જ સ્થિર થઈ ગઈ...ક્લાસ પતે જ નહિ એની ચાહ મનમાં હતી, એની સામેથી નજર હટતી જ નહોતી...પહેલીવાર મને કોઈ છોકરો ગમ્યો. જેને જોઈને એવું લાગ્યું કે મારી તલાશ ખતમ થઈ ગઈ...એને જોઈને દિલ વધારે ઝડપથી ધડકવા લાગ્યું, ઠંડા પવન ની લહેરો ગમવા લાગી. ગીતો સાંભળતી ને હવે એને ગુનગુનાવા લાગી. હવે તો એને જોયા પછી એમ થતું કે કોલેજ રોજ હોય તો કેવું સારું ? એ મારી સામે જ રહે તો કેવું સારું ? આટલા દિવસ થી એને નિહાળતી ને એનું નામ પણ નહોતી ખબર...દિલ દિવસે ને દિવસે બેચેન થવા લાગ્યું..આઈના સામે ઊભી રહીને તૈયાર થતી તો એમ લાગતું કે બસ એ જ મને નિહાળે છે ને હું વગર મેકઅપ એ નીખરી જતી. રોજ વોર્ડરોબ ખોલીને આજે શું પહેરી જઉ ? એને શું ગમશે ? પણ ..આ બધું અર્થહીન હતું...એ ક્લાસમાં આવતો એના ભાઈબંધો સાથે વાતચીત કરતો ને ભણીને નીકળી જતો...કેટલીયવાર થતું કે એને પૂછી નાખું કે તમારું નામ શું છે ? પણ હિંમત નહોતી થતી. પણ એક દિવસ યુથ ફેસ્ટિવલ માં પાર્ટીસિપેટ કરવા માટે નામ લખાવા માટેનો સર્કયુલર આવ્યો, જેમાં પાર્ટિસિપેશન ઈચ્છુકે પોતાનું નામ અને ક્લાસની વિગત લખવાની હતી...એ હમેંશા ફર્સ્ટ બેંચ પર બેસતો એટલે એન્ટ્રીની શરુઆત એનાથી જ થઈ ને હું મનોમન હરખાઈ ...હાશ ! આજે નામ તો ખબર પડશે...સર્ક્યુલર ક્યારે મારા હાથમાં આવશેની રાહમાં હું અધીરી થઈ ને ફાઈનલી મારા હાથમાં કાગળ આવ્યું. પ્રથમ નામ વાંચીને મનમાં કેટલાય સપનાઓ સેવી લીધાં..શાયરા મુંજાલ મહેતા. અને જાતે જ શરમાઈ ગઈ.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Tragedy