જન્મટીપની સજા - 4
જન્મટીપની સજા - 4
કેટલીય વાર સુધી મુંજાલ ના આવ્યો ને હું મારું કાઈનેટીક લઈ ને કોલેજ પહોંચી. જોયું તો આ શું ? મને ક્યાંય મુંજાલ ના દેખાયો. હું મૂંઝાઈ પણ ફાઈનલ એક્ઝામ હોવાથી આપવી પણ જરૂરી હતી એટલે પરીક્ષાખંડમાં બેસી ગઈ. પરીક્ષા પૂરી થઈ ને મુંજાલ ના મિત્રો પાસે ગઈ ને પૂછ્યું, મુંજાલ ક્યાં છે ? કેમ એક્ઝામ આપવા નથી આવ્યો ? પણ એમને પણ જાણ નહોતી. આવું બને જ નહિ મુંજાલ મને ના કહે..પણ એના મિત્રો ને પણ નહિ એવી શું ઈમરજન્સી હશે ? એના ઘરે કંઈ થયું હશે ? બધું બરાબર તો હશે ને ? ને ના મળવાના જવાબોના સવાલોના વિચારે ઘરે પહોંચી. મમ્મી ને વાત કરી. મમ્મી એ કહ્યું, "શાયરા ચિંતા નહિ કર. હું જ્યાં સુધી મુંજાલ ને ઓળખું છું એ એકદમ સમજદાર છોકરો છે, કદાચ કંઈક અચાનક બન્યું હોય અને કહેવાનો સમય ના મળ્યો હોય એવું પણ બને",સાંત્વના આપતાં મમ્મી એ કહ્યું ને હું સ્વસ્થ થઈ રૂમમાં પહોંચી..આજે ખરેખર એકલું લાગતું હતું. રૂમની દિવાલો કોરી ખાશે એમ લાગતું. .આમ ને આમ દિવસો વીત્યાં ને વરસો. હવે તો મમ્મી પપ્પા પણ સમજાવીને થાક્યાં જૂઠી આશાઓ આપીને. કેટલાં વરસો પછી પપ્પા સાથે બેઠાં ને મારે માથે હાથ મૂકી બોલ્યાં,"શાયરા, મારાથી તારી આવી હાલત જોવાતી નથી બેટા, તારી ખામોશીથી આખું ઘર સૂનું થઈ ગયું છે. તું હસતી નથી તો છોડ પણ મૂરઝાઈ ગયા છે. બેટા, મુંજાલ ને ભૂલી જા, ને નવી જિંદગીની શરુઆત કર. તારા માટે એક થી એક ચડિયાતા માંગા આવે છે. .પ્લીઝ બેટા,એના માટે પોતાની જિંદગી ખરાબ નહિ કર. જો એને આવવું જ હોત તો એ ક્યારનો આવી ગયો હોત. ." કહેતાં કહેતાં પપ્પા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. એમને હું ભેટી પડી. પપ્પા એ મારી જિંદગી છે ને તમે તમારી શાયરા ને કોમ્પરોમાઈઝ કરવાનું કહો છો.. ? જે શાયરા દિવાન ને તમે જિંદગીની તમામ ખૂશીઓ આપી છે એને તમે જિંદગી છોડી દેવાનું કહો છો ?
"શાયરા, મુંજાલ તારો ભૂતકાળ છે..અને એને ભૂલવામાં જ મજા છે. "
પપ્પા, એ મારો ભૂતકાળ નહિ. મારું ભવિષ્ય છે. એની યાદોમાં જ મારું વર્તમાન છે હું એની રાહ જોઈશ. મારા જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી. .તમે તમારો કિંમતી સમય ના બગાડો. હું ઠીક છું. ને પપ્પા રૂમમાંથી ચાલ્યા ગયાં.
ક્રમશઃ
