STORYMIRROR

Hiral Pathak Mehta

Drama

4  

Hiral Pathak Mehta

Drama

ફરજ કે કરજ - 3

ફરજ કે કરજ - 3

2 mins
210

ઘરે વહેલી આવી ને વિનય ને ખીર બહુ ભાવે ને એટલે જમવામાં બનાવી. વિનય એના ક્લાસીસથી ને એના પપ્પા દુકાનેથી આવ્યા. આજે વિનય ૨૩ વરસનો થયો. ક્યારે આટલો મોટો થઈ ગયો ખબર જ ના રહી..એને જન્મદિવસની શુભકામના ઓ આપી ને આશીર્વાદ આપ્યા. ને મશ્કરી પણ કરી કે મારા સાથે તો કોઈવાર બેસ. મારા સાથે તો હસ. આખો દિવસ પપ્પા સાથે જ રહીશ. યાદ રાખજે મારી સાથે જ રહેવું પડશે. તારી માં છું. મને શું ખબર કે મારી મશ્કરી નાં શબ્દો ને ભગવાન તથાસ્તુ કહેશે. પછી મેં કીધું સારું ચલો બંને જમવાનું તૈયાર છે. આજે કેટલાય દિવસ પછી..સાથે જમવાનો આનંદ માણ્યો. મારા વિનય ને મેં ધ્યાન થી જોયો. .પતિ એ આપેલા કિંમતી સમય ની ચમક મારા વિનય નાં ચહેરા પર દેખાતી હતી. ..જમતાં જમતાં અચાનક મારા પતિ ઢળી પડ્યાં. મેં અને વિનયે જોરથી બૂમ પાડી. કંઈ પૂછી એ કે સમજીએ એ પહેલાં તો એમણે અંતિમ શ્વાસ લઈ લીધાં હતાં. મને તો ખ્યાલ આવી ગયો હતો. પણ હૈયું માનવા તૈયાર નહોતું. .ભગવાનની લીલા સામે લાચાર હું એમના શરીર ને ખોળામાં લઈ દાક્તર સાહેબનાં બોલની રાહ જોતી રહી. .દાક્તર સાહેબનાં આવતાં પહેલાં જ પડોશીઓથી ઘર ઉભરાઈ ગયું..ભીડ ને ઓળંગી ને દાક્તર સાહેબ અંદર આવ્યાં..સ્ટેથોસ્કોપ કાઢી ને હાથ પકડીને તપાસતાં જ. "આઈ એમ સોરી" કહી ને જવાબ આપી દીધો. .મનથી ભાંગી પડેલી હું, ના આંસુ આવ્યાં ના આક્રંદ કર્યું. .એ હવે નથી રહ્યાં ના વસવસા સાથે મન મજબૂત કર્યું. વિનય ને સંભાળવો મુશ્કેલ થયો.

દિવસો વીતતાં ગયાં ને વરસો વીતતાં ગયાં. પહેલા એક એક મહિને ફોટા પર હાર બદલતાં વરસે વરસે બદલતાં ગયા. .પણ મને ખ્યાલ નહોતો કે વિનય હજુ પણ આઘાત માં જ છે !

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama