Hiral Pathak Mehta

Tragedy Thriller

4.1  

Hiral Pathak Mehta

Tragedy Thriller

જન્મટીપની સજા - 5

જન્મટીપની સજા - 5

2 mins
359


હું રડતી રહી ને વિચારતી રહી કે મુંજાલ ક્યાં હશે ? શું એ પણ મને વિચારતો હશે ? આટલાં વરસોમાં એ મને ભૂલી તો નહિ ગયો હોય ને ? થોડી સ્વસ્થ થઈ..મોંઢા પર ઠંડા પાણીની છાલક મારી ને આઈના સામે બેઠી. માથું ઓળતી હતી ને ફોનની ઘંટડી રણકી હતી. ને એ આજ જ્યારે મુંજાલનો ફોન આવ્યો ને એની પાછળ ઘેલી હું તૈયાર થઈ બરાબર ૫ ના ટકોરે એણે જ્યાં બોલાવી હતી ત્યાં પહોંચી ગઈ. એની રાહ જોતાં જોતાં બે કપ કોફી પણ પી ગઈ ને એટલામાં એક બાઈક આવી ને ટોપી પહેરેલોં માણસ, ગળામાં મફલર ને ચશ્મા સાથે મારી પાસે આવ્યો. ને હું કંઈ વિચારું એ પહેલાં જ એણે કહ્યું, હાય..શાયરા. હું ચોકી ગઈ. મુંજાલ તું ? આવી હાલતમાં ? એણે કશું બોલ્યા વગર માથે થી ટોપી ઉતારી ને હું સ્તબ્ધ થઈ ખુરશી પર બેસી ગઈ. આંખો માનવા તૈયાર નહોતી કે આ એ જ મુંજાલ છે જેની સાથે હું કોલેજમાં હતી ? જેને પહેલીવાર જોતાં જ મારી આંખો સ્થિર થઈ હતી ? 

મને રડતી જોઈ મુંજાલ મારી સામે બેઠો ને કહ્યું, શાયરા, ફાઈનલ એક્ઝામનાં આગલા દિવસે જ મારો રિપોર્ટ આવ્યો હતો ને મને બ્લડ કેન્સર નીકળ્યું હતું..મારી બીમારી બીજા પ્રહરે પહોંચી ગઈ હતી ને કીમો સેશન ને એડમીટ થવું પડે એવું જ હતું.. મારું કોઈ ભવિષ્ય દેખાતું નહોતું અને શાયરા હું તારી જિંદગી બર્બાદ કરવા નહોતો માંગતો એટલે મેં તને જાણ ના કરી અને ચૂપચાપ તારી જિંદગીમાંથી જતા રહેવાનો નિર્ણય કરી લીધો.

તો મુંજાલ આટલા વરસો પછી કેમ આજે મળવા માટે આવ્યો ? કેમ બોલાવી મને ? 

શાયરા મને બસ તું તારી જિંદગીમાં સેટ થઈ ગઈ. એ તારા મોઢે સાંભળવું હતું અને તને એટલી જાણ કરવી હતી કે હું બેવફા નથી. તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું..જેટલો પહેલાં કરતો હતો. એકપળ એવી નહોતી કે હું તને ભૂલ્યો હોઉં..બસ મારે મારા દિલ પર બોજ લઈને નહોતું મરવું કે હું પ્રેમના વાયદાઓ કરી તને છોડીને જતો રહ્યો હતો. મને તારા નફરતથી નહોતું મરવું. શાયરા.

ચલ હવે કહે સાચે જ તેં મને માફ કર્યો ને તો હું શાંતિથી મરી શકું ? અને એ બધું છોડ તારા પતિનું નામ શું છે ? એ શું કરે છે ? મેં એ દિવસે ઘરે તારો નંબર લેવા જ ફોન કર્યો હતો પણ તું જ ફોન પર મળી ગઈ. દીકરો દીકરી છે ? મુંજાલ આગળ કંઈ સવાલ કરે એ પહેલાં મેં એને કહ્યું ચૂપ કર મુંજાલ. મારો પ્રેમ સાચો હતો. હું બીજા કોઈની પત્ની કરતાં તારી વિધવા થઈ ને રહેવાનું પસંદ કરીશ.

"શાયરા, આ તું શું કહે છે ? " 

મુંજાલ હું આજે પણ તારી રાહ જોઉં છું. મેં લગ્ન નથી કર્યા.

મુંજાલ રડી પડ્યો..શાયરા. ..કેમ તારી જિંદગી બર્બાદ કરી ? 

વગર ગુના એ તેં જન્મટીપની સજા લીધી ?

ને બંને ભેટી ને રડી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy