ફરજ કે કરજ - 4
ફરજ કે કરજ - 4
હું વિનય પાસે ગઈ એને પાસે બેસાડ્યો ને કહ્યું, જો બેટા હું તારા પિતાની જગ્યા તો નહિ લઈ શકું પણ મારા બનતાં પ્રયત્નો રહેશે. કે હું તને એમની કમી નહિ વર્તાવા દઉં. એ દિવસે પિતાનાં અવસાન પછી પહેલી વાર વિનય રડ્યો. એનું રડવાનું મને એ દિવસે આક્રંદ જેવું લાગ્યું. વિનય આટલો લાગણીશીલ હશે મને એની જાણ નહોતી. મેં એને સાંત્વના આપતાં આપતાં એના માથે હાથ ફેરવ્યો, પણ આ શું એનું શરીર એકદમ ઠંડું પડી ગયું હતું. એણે આખા શરીરનો ભાર મારા પર નાખી દીધો. હું એક મિનિટ માટે પરસેવે રેબઝેબ થઈ ને નકારાત્મક વિચારો એ મને ઘેરી લીધી. પણ ના એ મારો એકનો એક વિનય છે. ભગવાન મારી સાથે આવું ના કરી શકે. એને સૂવાડી હાંફળી ફાંફળી બાજુનાં ઘરે જઈ રમણીકભાઈ ને બોલાવ્યા ને સઘળી વાત ટૂંકાણમાં કરી એમણે દવાખાનામાં સંપર્ક કરી ૧0૮ ને બોલાવીને વિનય ને મોટી હોસ્પિટલમાં પહોંચાડ્યો. હું પણ સાથે ગઈ ને એને ભરતી કરાવી પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી.
આઈસીયુમાં હોવાથી કોઈને પણ અંદર જવાની મંજૂરી નહોતી. દાક્તર સાહેબની વાટ જોતી હું ત્યાં જ સૂઈ ગઈ. અચાનક થોડીવાર પછી મને કોઈ ઢંઢોળતું હોય એમ લાગ્યું. આંખ ખોલી તો પટાવાળો હતો. "સાહબ, બુલાતા હૈ આપકો. આપ હી વો વિનય કી માં હો ના ?" મેં હા જી ભરાવી, ને ઊભી થઈ ને દાક્તર પાસે ગઈ. અંદર આવું દાક્તર સાહેબ ? ને એમના ઈશારે ખુરશી પર જઈ બેસી ગઈ. દાક્તર સાહેબ એ ફાઈલ બંધ કરી ને કહ્યું ,તમે થોડા મોડા પડ્યા. ને મારા ચહેરે ચિંતા ના વાદળો ઘેરાયા. કેમ ? દદદદ .. દાક્તર સાહેબ ?, અચકાતી જીભે મેં પૂછ્યું.
તમારા દીકરા વિનય ને પેરાલીસિસ નો એટેક આવ્યો છે. . અને એની તીવ્રતા એટલી છે કે એ હવે ક્યારેય સ્વસ્થ નહિ થઈ શકે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. બધું છીનવાઈ ગયું મારું. આગળ શું કરીશું એનો વિચાર મને કોરી ખાવા લાગ્યો. ને ત્યાં જ દાક્તર એ જણાવ્યું કે હવે કાલે એમને ઘરે લઈ જઈ શકો છો. હવે દુઆ કે ચમત્કાર જ એમને સ્વસ્થ કરી શકે છે. હું દબાતા પગલે ઊભી થઈ ને વિનય ને મળવા પહોચી ગઈ. જીવતી લાશ જેવો વિનય મારી સામું જોવા લાગ્યો. એની આંખોમાં કેટલાય સવાલો હતાં. કેટલીય ફરિયાદો હતી. પણ મેં મારા આંસુઓને રોકી રાખ્યાં હતાં. હકારાત્મક હાસ્ય સાથે એને કહ્યું ,ચિંતા નહિ કર. રજા મળી ગઈ છે. જલ્દી ઠીક થઈ જઈશ તું. ને બધું ભરવા લાગી.
ક્રમશઃ
