Jay D Dixit

Thriller


4.0  

Jay D Dixit

Thriller


વમળો

વમળો

2 mins 11.9K 2 mins 11.9K

ધીરે ધીરે શ્વાસ અને ધબકારા ધીરા થઈ રહ્યા હતા, મગજ બંધ થઈ રહ્યું હતું, દુ:ખાવો જે નસ કાપી ત્યારે ચરમ સીમાએ હતો એ હવે હતો કે નહીં એ સમજાતું નહોતું, ખુરશીની બાજુએ પડેલા લોહીના ખાબોચિયામાં જેમ જેમ કાંડા માંથી એક એક ટીપું ટપકતું હતું તેમ તેમ જાણે વીતેલી ક્ષણોના દરિયામાં સંસ્મરણોના ટીપાં પડતા જ વમળો સર્જાય રહ્યા હતા.

વેદ સાથે એ પહેલી મુલાકાત જ્યારે થઈ ત્યારે ખબર નહોતી કે સફર લાંબી હશે. કોલેજમાં મિત્રતા પાંગરી પણ પ્રેમ જેવું ક્યારેય મેં અનુભવ્યું નહોતું. વેદને પણ ક્યારેય... કોલેજ પછી બે વર્ષ લાગ્યા. એના ઘરેથી માંગુ આવ્યું અને અમે તો એકબીજાને જાણતા જ હતા, એક થઈ ગયા. ચાર વર્ષ મઝાથી જીવાયુ, બે માંથી ત્રણ થવાની એકેયની તૈયારી નહોતી એટલે એ દિશામાં વિચાર્યું જ નહીં. મમ્મીજી સાથે પહેલેથી જ અણબનાવ હતો. પપ્પાજી હતા નહીં, અમીબહેન એક હતા અને એ પણ અમારા લગ્નના બે વર્ષ પછી પરણી ગયેલા. નાની નાની વાતમાં મમ્મીજીનું ટોકવું, દરરોજનો કકળાટ, હું બોલી નહોતી શકતી, એ પોતાને રોકી ન શકતા, વેદની સાથે ઘર્ષણ વધતું ગયું, સ્વભાવ ચીડચીડિયો થતો ગયો, ગુસ્સો આવવા લાગ્યો, મમ્મી વર્ષ પહેલાં ચાલ્યા ગયા પણ આ સ્વભાવ મને વળગી રહ્યો, વેદ દુશ્મન થવા લાગ્યો, રોજે રોજ ઘર્ષણ વધતું ગયું, એ અકળાયો, મને સમજતો છતાં અને મને સમજમાં જ કંઈ નહોતું આવતું. આજે ઝગડો વધ્યો, મને ફરી ગુસ્સો આવ્યો, મેં એને છૂટટુ ફ્લેવરવાઝ માર્યું અને એ... મારો અફસોસ વધતો ગયો, મારા ગુનાહિત ભાવને હું કંટ્રોલ ન કરી શકી અને કાંડાની નસ......દરેક ટીપે વમળો સર્જાય છે.


Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Thriller