Het bhatt

Thriller Others

3.4  

Het bhatt

Thriller Others

વિશ્વાસઘાત

વિશ્વાસઘાત

5 mins
186


પ્રિન્સ રાઠોડ એક હોનહાર યુવાન હતો. મુંબઈમાં મલાડ ખાતે રહેતો હતો. તે મુંબઈની એક મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હતો. એની જ કોલેજમાં કિંજલ નામની એક છોકરી પણ ભણતી હતી. કિંજલ અત્યંત સ્વરૂપવાન અને ચંચળ હતી. એક દિવસ કેન્ટીનમાં પ્રિન્સ અને કિંજલનો પરિચય થયો. પ્રિન્સ પણ દેખાવડો યુવાન હોઈ કિંજલને તેના માટે આકર્ષણ થયું. એક દિવસ કિંજલે પૂછયું: ‘પ્રિન્સ, તારા મમ્મી-પપ્પા શું કરે છે ? ’પ્રિન્સે કહ્યું : ‘ મારા મમ્મી એક કંપનીમાં જોબ કરે છે અને મારા પપ્પા સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે.’

‘તમે ક્યાં રહો છો ?’

‘મલાડમાં અમારો એક મોટો ફ્લેટ છે. મમ્મી અને ડેડી બંનેનીય પાસે કાર છે‘ પ્રિન્સ બોલ્યો.

બંને વચ્ચેનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો. બંને રોજ નિયમિત મળવા લાગ્યા. એક દિવસ પ્રિન્સ કોલેજમાં આવ્યો નહીં. કિંજલે પ્રિન્સને ફોન કર્યો. પ્રિન્સે કહ્યું: ‘હું બીમાર છું અને નાણાંવટી હોસ્પિટલમાં દાખલ થયો છું.’

કિંજલને ચિંતા થઈ. તે સીધી જ નાણાંવટી હોસ્પિટલ પહોંચી. તપાસ કરતાં ખબર પડી કે પ્રિન્સ રાઠોડ નામનો કોઈ દર્દી નાણાંવટી હોસ્પિટલમાં દાખલ થયો જ નહોતો. કિંજલને આશ્ચર્ય થયું કે પ્રિન્સ ખોટું કેમ બોલ્યો. એણે એક દિવસ પ્રિન્સનું સરનામું માંગ્યું. પ્રિન્સે ઘરનું સરનામું આપ્યું. એક દિવસ કિંજલ પ્રિન્સના ઘરના સરનામાવાળા ફ્લેટ પર પહોંચી ગઈ. પૂછતા ખબર પડી કે એ ફ્લેટમાં કોઈ રાઠોડ પરિવાર રહેતું જ નહોતું. વધુ તપાસ કરતાં ખબર પડી કે પ્રિન્સના મમ્મી કોઈ કંપનીમાં અને તેના પિતા સરકારમાં કોઈ ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં જ નહોતા.

પ્રિન્સ એક જુઠ્ઠો છોકરો છે એ વાતની ખબર પડતાં કિંજલે તેની સાથે અંતર રાખવા માંડયું. કિંજલે પ્રિન્સના જુઠ્ઠાણાં અંગે તેની સખીઓને પણ વાત કરી. તે પછી કોલેજના અન્ય મિત્રોને પણ પ્રિન્સ સાથે મિત્રતા ઓછી કરી નાંખી. કેટલાંકે તો તેની સાથે સંબંધ જ તોડી નાંખ્યો.

પ્રિન્સ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો. તેણે કોલેજ આવવાનું બંધ કરી દીધું. એકાંતમાં ચાલ્યો ગયો. એક દિવસ એણે નક્કી કરી નાંખ્યું કે કોઈ પણ ભોગે કિંજલને સબક શીખવવો પડશે. એણે એક યોજના બનાવી. એ યોજના અનુસાર પ્રિન્સે અંધેરીની હોટલમાં એક અઠવાડિયા પછીની તારીખ માટે એક રૂમ બુક કરાવ્યો.

રૂમ બુક કરાવ્યા પછી તે પૂણે ગયો. પૂણેમાં તેનાં મામા રહેતા હતાં. પૂણે જઈને પણ તેણે વિવિધ હોટલો જોઈ લીધી. કોઈ ગંભીર કૃત્ય માટે તે આદર્શ સ્થળની તલાશ કરી રહ્યો હતો અથવા તો કોઈ ખરાબ ઘટનાને અંજામ આપ્યા બાદ ક્યાં ક્યાં છુપાવાઈ શકાય તે સ્થળો તે નક્કી કરવા માંગતો હતો. પૂણેની હોટલોના રૂમ્સ અને તેની ડાર્મેટરીઝ પણ જોઈ આવ્યો. એ બધું જોઈ લીધા બાદ તે મુંબઈ પાછો આવી ગયો.

મુંબઈ પહોંચીને તેણે સૌથી પહેલું કામ તેણે કિંજલને ફોન કરવાનું કર્યું. એણે કહ્યું : ‘કિંજલ આઈ એમ વેરી વેરી સોરી. હું દિલથી માફી માંગુ છું. સાચી વાત એ છે કે આજે હું કેટલીક વાતોની નિખાલસતાપૂર્વક કબૂલાત કરવા માંગુ છું. હું ગરીબ પરિવારનો છોકરો છું. મારી મા ભયંકર રોગથી પીડિત છે. પિતા કઈ કામ કરતા નથી. મારી માતાની કેટલીક ઈચ્છાઓ તે મૃત્યુ પામે તે પહેલાં હું પરિપૂર્ણ કરવા માંગતો હતો. એની શું ઈચ્છા હતી તે હું તારી સમક્ષ કબૂલવા માંગુ છું. મારી વાત સાંભળ્યા પછી તારે મારી સાથે સંબંધ રાખવો હોય તો રાખજે અને ના રાખે તો પણ મને કોઈ જ વાંધો નથી. હું તારી સમક્ષ જૂઠું બોલ્યો છું તે હકીકત છે. પણ એક વાર મને સાંભળ. મને મારી વેદના ઠાલવવી છે. આજે સાંજે અંધેરીની રાજ હોટલના રૂમ નં. 101 માં આવી જા. તને મારી મરી રહેલી માની સોગંદ ! ”

કિંજલ ભાવુક બની, વિશ્વાસ રાખી થોડુંક વિચારીને તે બોલી : ‘ઠીક છે. હું તને મળવા હોટલ પર આવીશ પણ મારી એક દોસ્ત મારી સાથે હશે. અને તારે પણ તારા મિત્રોને હોટલના રૂમમાં તારી સાથે રાખવા પડશે. આપણે બે એકલાં નહીં જ મળીએ.’

પ્રિન્સે કિંજલની શરત મંજૂર રાખી.

સાંજે નક્કી કરેલા સમયે કિંજલ તેની બહેનપણી સાથે અંધેરીની હોટલ પર પહોંચી ગઈ પરંતુ હોટલના એ રૂમમાં પ્રિન્સ એકલો જ હતો. નક્કી કરેલી શરત પ્રમાણે તેના કોઈ મિત્ર તેની સાથે હાજર નહોતા. કિંજલે પૂછયું: ‘ તું એકલો કેમ છે ?’

પ્રિન્સ બોલ્યો :‘ એ લોકો ટ્રાફિકમાં ફસાયા છે. થોડી વારમાં આવી જશે.’

એ પછી પ્રિન્સ, કિંજલ અને તેની દોસ્ત સાથે અન્ય વિષયો પર વાત કરતો રહ્યો. થોડી વાર પછી પ્રિન્સે કિંજલની દોસ્તને કહ્યું: ‘ તમે માત્ર પાંચ જ મિનિટ માટે બહાર જાવ. મારે એક ખૂબ જ અંગત વાત કિંજલને ખાનગીમાં કહેવી છે ?’

કિંજલે એની સખીને પાંચ મિનિટ માટે બહાર જવા કહ્યું. કિંજલની બહેનપણી બહાર જતાં જ પ્રિન્સ બોલ્યો : ‘ બોલ, કિંજલ ! મારી સાથે સંબંધ રાખવા માંગે છે કે નહીં. મારે આજે જ તારો જવાબ જોઈએ છે ?’

કિંજલે કહ્યું :‘ ના. હું તો તારી વાત જ સાંભળવા આવી છું. મને તારી વાત સાંભળવામાં રસ છે. તારી સાથે સંબંધ રાખવામાં નહીં, અહીં આવતા પહેલાં મેં એ વાતની પણ તપાસ કરી લીધી છે કે તારી મમ્મીને કોઈ જ ભયકંર રોગ કે કોઈ જ બીમારી નથી.’

પ્રિન્સ લુચ્ચું હસ્યો. તે બોલ્યોઃ ‘ કિંજલ , તું મારી નહીં તો હવે કોઈની પણ નહીં ?’

એટલું જ બોલતાં જ તેણે ઓશિકા નીચે છુપાવેલી દોરી બહાર ખેંચી કાઢી. કિંજલ કાંઈ સમજે તે પહેલાં પ્રિન્સે કિંજલના ગળાને એ મજબૂત દોરી વીંટાળી દીધી. એ પછી એણે કિંજલ પર બળાત્કાર કરવાની કોશિશ કરી. કિંજલે તેનો પ્રતિકાર કર્યો તો પ્રિન્સે દોરીથી કિંજલના ગળાનો ફંદો મજબૂત બનાવ્યો અને કિંજલ બેહોશ થઈ નીચે ઢળી પડી. પ્રિન્સને લાગ્યું કે કિંજલ મરી ગઈ છે.

એ પછી તરત જ પ્રિન્સ હોટલના રૂમનું બારણું ખોલી કાઢયું. તે પગથિયાં ઊતરી ભાગવા લાગ્યો. અલબત્ત, એ વખતે કિંજલની મિત્ર નીચે રિસેપ્શન રૂમના સોફા પર બેઠેલી હતી. કિંજલની મિત્રને શંકા પડી કે, પ્રિન્સ આટલો ઝડપથી બહાર ક્યાં જઈ રહ્યો છે. તે ઊભી થઈને ઉપરના રૂમ પાસે પહોંચી દરવાજો ખટખટાવ્યો. અંદરથી કોઈ જવાબ ના મળ્યો. તે ગભરાઈ ગઈ, એણે તેના ત્રણ મિત્રોને ફોન કરી હોટલ પર બોલાવી લીધા. તેના મિત્રોએ રૂમનો દરવાજો ખોલ્યો. અંદર કિંજલ બેહોશ હતી. કિંજલનું હૃદય કામ કરતું હતું. તાત્કાલિક મેનેજરને જાણ કરવામાં આવી. એમ્બ્યુલન્સ બોલાવી કિંજલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. લગભગ બે કલાક બાદ તે ભાનમાં આવી. તે બચી ગઈ.

તેણે આખી ઘટનાનું પોલીસ સમક્ષ બયાન આપ્યું. પોલીસે હત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સને શોધવા તેનો મોબાઈલ ઓબ્ઝર્વેશનમાં મૂક્યો. પરંતુ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હતો.

પોલીસે પ્રિન્સના મોબાઈલનો ઘટનાના આગલા દિવસોનો મોબાઈલ ડેટા કાઢયો. તો ખબર પડી કે મુંબઈની હોટલની ઘટના પહેલાં તે પૂણે ગયો હતો. પોલીસે પ્રિન્સનાં આન્ટીના નંબરો પણ મળી ગયા. તે પછી પોલીસે પ્રિન્સના આન્ટીનો ફોન નિરીક્ષણ હેઠળ મૂક્યો.

બે દિવસ પહેલાં જ પ્રિન્સ પૂણેની એક ડોર્મેટરીમાંથી તેનાં આન્ટીને એક નવા જ પ્રાઈવેટ નંબર પરથી ફોન કર્યો હતો. મતલબ સાફ હતો કે પ્રિન્સનું લોકેશન પૂણેમાં હતું. પોલીસે એ પ્રાઈવેટ ફોન નંબરને અને લોકેશનને શોધી કાઢી એ હોટેલની ડાર્મેટરી પર છાપો માર્યો. પ્રિન્સ પકડાઈ ગયો. તેને જેલમાં પૂરવામાં આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller