Het bhatt

Inspirational

4  

Het bhatt

Inspirational

દીકરો કે દીકરી

દીકરો કે દીકરી

2 mins
302


કિંજલ જયારે પંદર વર્ષની હતી ત્યારે તેના પપ્પા ગુજરી ગયા હતા.. કિંજલને ભાઇ પણ ના હતો. કિંજલ ચાર બહેનોમાં બધાથી નાની હતી. પિતાની હયાતીમાં બેબહેનના લગ્ન થઇ ગયા હતા. પિતાના મૃત્યુ પછી પાંચ કે છ વર્ષ પછી ત્રીજા નંબરની બહેન ના લગ્ન થયાં. પછી પરિવાર કિંજલ અને તેમાં મમ્મી સાથે રહેતા હતા. કિંજલ બીજી છોકરીઓની જેમ દેખા દેખી કરવી કે હોટલમાં જમવા જવું, પિક્ચર જોવા જવુ, કે ઉંચી કિંમતના કપડાં કે ચપ્પલ પહેરવા, મોંઘી વસ્તુઓ પ્રસાધનની વાપરીને હાઈફાઈ જિંદગી જીવવી એવુ જરાય ન હતું. એકદમ ઓછી વસ્તુમાં બધું ચલાવી લેવું એવુ સાદગીભર્યું જીવન જીવતી.

જાતે મહેનત કરી અભ્યાસની સાથે પ્રાઇવેટમાં નોકરી કરતી જાય માતાની સાર સંભાળ લેતી જાય. પરિવારમાં વડીલો કિંજલ ખુબ સમજાવે બેટા તારી ઉંમર થાય છે, સારા ઘરનો છોકરો જોઈ લગ્ન કરી લે. અમે તારી મમ્મી સાચવવા વાળા છીએ.. અથવા ઘર જમાઈ બની આવતો હોય એવા છોકરાને પસંદ કરી લગ્ન કરી લે. ત્યારે કિંજલ એક જ જવાબ આપતી મારે લગ્ન કરવા નથી.

આગળ અભ્યાસ કરી સારી કંપની સારા પગાર સાથે કિંજલને નોકરી મળી ગઈ. માતા ખુબ સમજાવતા

"બેટા હું ક્યા સુધી લગ્ન વગર જીવન કેમ જીવાય ?"

ત્યારે કિંજલ જવાબ આપતી કે "મમ્મા કોણ કહે લગ્ન વગર એકલા ન જીવાય."

"બેટા સમાજ વાતો કરે."

"મા સમાજ કોણે બનાવ્યો ? સમાજમાં સારા નરસા નીતિ નિયમો કોણે ઘડ્યા ? મા જગતમાં દિકરો લગ્ન વગર રહી શકતો હોય તો દિકરી કેમ નઈ ? હું કોઈ સમાજની જવાબદારીથી ભાગતી નથી. પણ લગ્ન કર્યાં વગરનું જીવન ખુબ સારી રીતે જીવી શકાય. સમાજ કે ગામ ગમેતે બોલશે મને એની જરાય ફિકર નથી. ગોળા ગરણું બંધાય ગામને નહીં. ગામ કે સમાજ ક્યારેય કોઈનું સારું જોઈ પણ નહીં શકે અને બોલી પણ નહીં શકે. મારે મારી બહેનોને પિતા કે ભાઈની ખોટ નથી આવવા દેવી."

છેલ્લે કિંજલે માતાને કીધું કે.. "મારે તારી સાથે જ રહેવું છે તારો દિકરો બનીને તારી સેવા કરવી છે. જીવીશ ત્યાં સુધી માન - સન્માન ઈઝત આબરૂ સાથે, અને તમારુ મારાં પપ્પાનું મસ્તક ક્યારેય નીચું નઈ નમવા દઉ."

માતાએ કિંજલને માથે હાથ મૂકીને છાતીએ દબાવી દીધી...

આજે પણ કિંજલ અને તેમના માતા ખુબ સરસ રીતે રહે છે. સાથે ત્રણ નંબરની બહેનનો દિકરો સાથે રહે છે. નાનીમા અને માસીનો લાડલો રાજા બનીને.

અત્યારના સમયમાં લગ્ન વગર ઘણા વ્યક્તિ રહે છે. પોતાની ભીતર રહેલી આત્મશક્તિના મનોબળ સાથે... 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational