Het bhatt

Tragedy

3  

Het bhatt

Tragedy

સપનાની પરી

સપનાની પરી

2 mins
134


રાહુલે લગ્ન તો કર્યા પણ એ ખુશ નહોતો.

રેવતીબેન અને રમેશભાઈને લગ્ન થાયે ઘણા વર્ષ થયાં હતા. પણ ભગવાને એક ખાટલે મોટી ખોટ ભગવાને આપી હતી. રેવતીબેન અને રમેશભાઈને કોઈ સંતાન ન હતું. રમેશભાઈને પોતાની કંપની હતી.. ખુબ ધનવાન હતા. બંગલા, ગાડી, નોકર, ચાકર બધું જ હતું. પણ સંતાનની ખોટ હોવાથી બંન્ને પતિ-પત્ની અંદરથી દુઃખી રહેતા હતા. ઘણો સમય સુધી દવા ને દુવા કરી પણ એમાં કોઈ સફળતા ન પ્રાપ્ત થઈ.

આથી રમેશભાઈ એ એના ખાસ અને અંગત મિત્રને વાત કહી. આથી તેમના મિત્ર બિપીનભાઈએ ખુબ સરસ સલાહ આપી કે તું અને ભાભી એક દિવસ અનાથ આશ્રમમાં જાવ અને ત્યાંથી બાળકને પોતાનું નામ આપો. રમેશભાઈએ ઘરે આવીને તૅમની પત્ની રેવતીને વાત કહી. રેવતી ખુબ આંનદમાં આવીને બોલી તમે તો મારા મનની વાત કહી. બંન્ને પતિ પત્નીએજ રાતે નક્કી કર્યું કે આપણે કાલે અનાથ આશ્રમમાંથી બાળકને લાવીને આપણું નામ આપીશું.

બીજે દિવસે બંન્ને જાણ એક અનાથ આશ્રમમાં જઈને બાળક ગોદ લેવાની વાત કરે છે. ત્યાંના સિસ્ટરે રમેશભાઈનું નામ લખી લીધું અને એક સુંદર દીકરો એના ખોળામાં આપે છે. સિસ્ટરે કહ્યું કે આનું નામ અમે રાહુલ રાખ્યું છે.

રાહુલ ખુબ એક દમ ગોરો, લાંબા હાથપગ હતા. વાંકડિયા વાળ ખુબ સુંદર ને દેખાવડો બાળક હતો. બંન્ને જણા એ ત્યાંની તમામ કાગળની પ્રક્રિયા પતાવીને રાહુલને પોતાના ઘરે લાવે છે.

રાહુલને ખુબ જ પ્રેમ આપે છે. ક્યારેય કોઈ જાતની ખરોચ ના આવે એનું દરેક સભ્યો ધ્યાન રાખતા. આમને આમને ભણી ગણીને રાહુલ વીસ વર્ષનો થાય છે. રમેશભાઈ અને રેવતીબેન પોતાના સમાજમાંથી રાહુલ માટે કન્યા જોવાનું સરુ કર્યું. સારા સારા ઘરના માંગ રાહુલ માટે આવતા પણ રાહુલ મનોમન મુંજાતો હતો.

રમેશભાઈએ પોતાના જ મિત્રની દિકરી રાહુલ માટે પસંદ કરી. જેનુ નામ હતું રન્ના. રન્ના રાહુલ કરતા દરેક બાબતે ઉતરતી હતી. ભણવાથી લઇ દરેક બાબતે, રન્નાનો દેખાવ પણ સામાન્ય હતો. નીચા ઘાટની અને ખુબ ઊંડી ઉતારેલી આંખોવાળી હતી. પણ માતા પિતાના પ્રેમ અને લાડકોડ ખાસ સંસ્કારો એની ઈઝત તેમજ આબરૂને કારણે માતા પિતાની પસંદગીને પોતાની પસંદગી ગણીને રાહુલે રન્ના સાથે લગ્ન તો કર્યાં. પણ એની સાથે એ જરાય ખુશ રહી શકતો ન હતો. કારણ કે રાહુલની પસંદગી ખુબ ઉંચી હતી. ભણેલી ગણેલી, હોશિયાર સપનાની પરી જેવી કન્યા સાથે લગ્ન કરવા ની ઈચ્છા હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy