Het bhatt

Drama Romance

3.4  

Het bhatt

Drama Romance

પ્રેમની કસોટી

પ્રેમની કસોટી

4 mins
198


પ્રેમ એક એવી વસ્તુ છે કે જે જીવનમાં ક્યારેય પણ સમજી વિચારીને નથી થતો. ક્યારેય પણ કોઈ નાતજાત જોઈને થતો નથી. ક્યારેય પણ ઉંમર જોઈને નથી થતો કે ક્યારેય પણ પૈસા જોઈને નથી થતો. હા પ્રેમ એક એવો અહેસાસ છે કે જે કહ્યા વગર પણ ઘણું બધું કહી જાય છે. વ્યક્તિ પ્રેમમાં એટલો પાગલ થઈ જાય છે કે એને પોતાના પ્રેમ સિવાય બીજું કઈ પણ દેખાતું જ નથી.

એટલા માટે જ તો લોકો કહે છે કે પ્રેમ આંધળો હોય છે. કારણકે વ્યક્તિ પ્રેમમાં પોતાનું બધું જ જતું કરી દેતા હોય છે. જેમાં એક છોકરો અને છોકરી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરતું કોઈ કારણોસર એમના લગ્ન થઈ શક્યા નહિ.

હાઈસ્કૂલમાં ભણતા માત્ર 17 વર્ષનો એક છોકરો કે જેનું નામ કિશન છે. તે એક છોકરી રાધા ને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો હતો. કિશન રાધા ને એટલો બધો પ્રેમ કરતો હતો કે એના માટે તે બધું જ કરવા તૈયાર હતો, પરતું સૌથી મોટી મુશ્કેલી એક વાતની હતી કે કિશન રાધાને પસંદ કરતો હોવા છતાં પણ એમની કહી શકતો ન હતો.

કારણ એ હતું કે કિશન ના પપ્પા રાધાના પપ્પાની કંપનીમાં ફક્ત એક નાના કર્મચારી તરીકે નોકરી કરતા હતા. કિશન એ વાત જાણતો હતા કે તે ખુબ જ ગરીબ ઘરમાંથી આવે છે જયારે રાધા ખુબ જ અમીર ઘરની છોકરી છે. કિશન એક સરકારી હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો જયારે રાધા શહેરની એક પ્રાઈવેટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી.

પરતું શું કરે એક ને એક દિવસ તો પ્રેમ થવાનો જ હતો અને ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતનો દોર શરુ થઈ ગયો. કિશન રાધાને કહેતો હતો કે તું મહેરબાની કરીને ક્યારેય પણ મારાથી દૂર જતી નહિ. આમ તો ક્યારેય પણ મારાથી દૂર જવાનો વિચાર જ ના કરતી.કારણકે હું તારા વગર જીવી શકું એમ નથી. આ વાતનો જવાબ આપતા રાધાએ કહ્યું કે હું પણ તારા વગર નથી જ રહી શકતી. પરતું મને એ વાતનો હમેશા ડર છે કે આપણા ઘરના લોકો આપણને ક્યારેય પણ એક નહિ થવા દે.

જયારે કિશન થોડું વિચારે છે અને પછી પૂછે છે કે તું આવું શા માટે કહે છે, ત્યારે રાધા જવાબ આપે છે કે શું તને નથી ખબર કે આપણો સમાજ આપણને ક્યારેય એક નહિ થવા દે. કારણકે આપણી જાતી અલગ છે આપણી વચ્ચે ઘણી વિભિન્નતા છે. ત્યારબાદ કિશન કહે છે કે તો ચાલ આપણે આ દુનિયાને જ છોડીને ક્યાંક દૂર જતા રહીએ, પરતું એ પછી રાધા એમનો જવાબ આપતા કિશન ને કહે છે કે હું આ પગલું જીવનમાં ક્યારેય નહિ ભરી શકું. હું મારા પરિવારના લોકોને ક્યારેય પણ નીચું નહિ જ જોવા દવ.એ પછી કિશને કહ્યું કે તો પછી મારો ઈન્તજાર કરજે કે જયારે હું તારા લાયક થઈ જાઉં. જયારે હું તારા જેટલો અમીર થઈ જાવ ત્યારે જરૂર હું તારા પપ્પા પાસેથી તારો હાથ માંગવા આવીશ.

રાધા હસીને જવાબ આપે છે કે જો ક્યારેય એવું બન્યું કે આપણે બંને એકબીજા સાથે નહિ રહી શકીએ તો તને કેવું લાગશે. રાધાની આ વાત સાંભળીને કિશન જાણે તૂટીને બેબાકળો જ બની ગયો હતો. તે ખુબ ઉદાસ થઈને એક દમ ખિન્ન થઈ ને બોલે છે કે શું તું મને છોડી બીજા કોઈની સાથે જતી રહીશ, શું તું મને ભૂલી જઈશ.

રાધા કહે છે કે હું એવું ક્યારેય મારા સપનામાં પણ નથી વિચારી શકતી. ત્યારે કિશન કહે છે કે તો શા માટે આવી દુ:ખ લાગે એવી વાત વારંવાર કર્યા કરે છે. સમય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો. કિશન દિવસ અને રાત મહેનત કરી રહ્યો હતો, સાથે સાથે અભ્યાસ પર પણ ધ્યાન લગાવી રહ્યો હતો. જેથી તે રાધાખ પરિવારના સભ્યોની સામે જઈને રાધાનો હાથ માંગી શકે.

આ બાજુ કિશન ને વ્યસ્ત જોઈને રાધા પણ વિચાર કરવા લાગે છે કે કિશન મારી અમીરીના ચક્કરમાં મારાથી દૂર થઈ ગયો. ધીમે ધીમે રાધા મોટી થઈ ગઈ અને તેમના ઘરના લોકોએ રાધા માટે છોકરો જોવાનું ચાલુ કરી દીધું હતું. બસ એક દિવસ એવો આવ્યો કે જયારે એના પરિવારના લોકોએ રાધાના લગ્ન નક્કી કરી દીધા.

જયારે આ વાતની કિશન ને ખબર પડી ત્યારે તે રાધાની ખુશી માટે ચુપ જ રહ્યો. કારણકે તે જાણતો હતો કે રાધાના લગ્ન એક ખુબ જ મોટી કંપનીના માલિક સાથે થઈ રહ્યા છે.

આ બધું જાણ્યા બાદ કિશન રાધા ને ભૂલવાની કોશિશ કરવા લાગ્યો, પરતું આ શક્ય ન હતું, કારણકે પ્રેમ છે જ એવી વસ્તુ કે જેને વ્યક્તિ ક્યારેય પણ ભૂલી નથી શકતા. આ બાજુ કિશનના પ્રેમમાં પાગલ થયેલી રાધા મનમાં ખુબ જ બેચેન હતી, કારણકે રાધા કિશનને ખુબ જ પ્રેમ કરતી હતી.

જે દિવસે રાધા ના લગ્ન હતા, તે જ દિવસે કિશને એક સુસાઈડ નોટ લખી અને ઝેરી દવા ખાઈ લીઘી.એ જ સમયે રાધા એ પણ એક સુસાઈડ નોટ લખી અને પોતાને પણ ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો. એક મોટી ગેરસમજના કારણે બે પરિવારની વચ્ચે ખુબ જ દુ:ખનું વાતાવરણ ફેલાઈ ગયું.

કોઈપણ સંબંધમાં વિશ્વાસ હોવો એક ખુબ જ મોટી વાત છે પરંતુ જો તમે તમારા પર અને તમારા સબંધી પર વિશ્વાસ કરતા હોય તો ક્યારેય પણ ગેરસમજ નો શિકાર ન થાવ. પ્રેમ તો એક એવી વસ્તુ છે, જે વ્યક્તિને જીવન જીવવાનું સાચું કારણ બતાવે છે, કારણકે પ્રેમ એક એવો અહેસાસ છે જે ન તો ક્યારેય ગરીબી જોવે છે અને ન ક્યારેય અમીરી જોવે છે.પ્રેમમાં તાકાત હોય છે. એટલે સાચો પ્રેમ ક્યારેય અલગ થતો નથી. પ્રેમ તો પ્રેમ છે. પ્રેમ તો બસ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama